• Gujarati News
  • એસ.ટી બસની સમય સારણી મુસાફરો માટે છેતરામણી

એસ.ટી બસની સમય સારણી મુસાફરો માટે છેતરામણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-ગાંધીનગર વરચે દોડતી એસટી બસના તમામ પીક-અપ સ્ટેન્ડ ઉપર સમય સારણીના બોર્ડ ચીતરવામાં આવ્યાં છે. તેમાં દર્શાવાયેલા સમય પ્રમાણે કયારેય બસ આવતી-જતી નથી. અરે જેટલા રૂટ દર્શાવાયા છે તેટલા રૂટ રોડ ઉપર દોડતા જ નથી. તો શા માટે મુસાફરોને ગેરમાર્ગે દોરવામાં આવી રાાં છે. તેવો પ્રશ્ન અનેક મુસાફરો સાથે એસ.ટી નિગમના ટ્રાયવર અને કન્ડકટરો ખુદ ઉઠાવી રાાં છે.
ગાંધીનગર ડેપોમાં ફરજ બજાવતાં કેટલાક કર્મચારીઓનું કહેવુ છે કે મુસાફરો સાથે નિગમ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ પ્રકારની નીતિના કારણે જ હજજરો મુસાફરોને ખાનગી અને શટલ તરીકે દોડતા વાહનોમાં ગેરકાયદે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો નિિશ્ચત સમયે કયારેક જ ઉપડતી હોય છે અને કયારેય નિર્ધારિત સમયે નિર્ધારિત શહેરના બસ્ટેન્ડ ઉપર પહોંચતી નથી. આ પ્રકારની બેદરકારીના કારણે રોજના લાખો મુસાફરો હેરાન પરેશાન થઇ રાાં છે તમામ બસ નિર્ધારિત સમયે ઉપડે અને ચોક્કસ સમયે જે તે બસ્ટેન્ડ પર પહોંચે તેવુ આયોજન કરવાના બદલે એસ.ટી નિગમના અધિકારીઓ દ્વારા લાખોના ખર્ચે બસ્ટેન્ડો ઉપર સમય સારણી (સમયપત્રક) મૂકવાનો નવો કીમિયો શોધી કાઢવામાં આવ્યો છે. કેટલાક ડ્રાયવર અને કન્ડકટરો ખુદ એવુ કહી રાાં છે કે નિગમના ઉરચ અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. મુસાફરોને સારી સુવિધા અને કર્મચારીઓને વધુ સારા લાભ અપવાની યોજના માટે કોઇ અધિકારી વિચાર કરતો નથી.
પોતાને અંગત રીતે આર્થિક લાભ થતો હોય તેવી યોજના શરૂ કરવામાં રરયા પરયા અધિકારીઓ દ્વારા હવે લાખોના ટેન્ડર આપી અમદાવાદ-ગાંધીનગર માર્ગના બસ્ટેન્ડો ઉપર સમય સારણીનો ખર્ચોકરવામાં આવી રાો છે. ૫૦ ટકા બસ સમયસર આવતી-જતી થશે, તો આ સમયપત્રક સાર્થક ગણાશે. નહીં તો મુસાફરો ખોટા ગેરમાર્ગે દોરવાશે અને તેમના સમયની બરબાદી થશે. તેવો બળાપો મુસાફરો અને ખુદ નિગમના કર્મચારીઓ વ્યકત કરી રાાં છે.
અમદાવાદથી ગાંધીનગર વરચેના તમામ પીક-અપ સ્ટેન્ડ પર સમય સારણીનાં બોર્ડ મુકાયા છે. તેમાં ૩૦૦થી વધુ ફેરાનો સમય દર્શાવાયો છે. દિવસમાં આટલા ફેરા કયારેય થતા નથી. -તસવીર-નરેન પંચાલ.