તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધા વધારો: મંત્રીની ટકોર

અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધા વધારો: મંત્રીની ટકોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમહાપાલિકા વિસ્તારમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઇ ચૌધરીએ પોલિયો વિરોધી રસી બાળકોને પીવડાવવાનાં કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં અધિકારીઓને કહ્યું હતું કે શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓ માટેની સગવડોમાં વધારો કરવો જરૂરી છે. મેયર મહેન્દ્રસિંહ રાણાએ મહાપાલિકા વિસ્તારનાં દરેક બાળકને પોલિયો સામે રક્ષિત કરવા નગરવાસીઓને અપિલ કરી હતી.

દેશને પોલિયો મુકત બનાવવામાં દોઢ દાયકામાં થયેલા અથાક પ્રયત્નોના કારણે સફળતા મળ્યાનુ મંત્રીએ જણાવ્યું હતું અને મહાપાલિકા વિસ્તારમાં દિશામાં થઇ રહેલી કામગીરીની પ્રસંશા કરવા સાથે કામગીરીમાં જોડાયેલા જમીની કાર્યકરોનો ખાસ આભાર માન્યો હતો. સેક્ટર-24માં અર્બન હેલ્થ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ હિનાબેન પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન આશિષભાઇ દવે, ડે. મેયર સુભાષ પાંડવ, મહાપાલિકાના નેતા મનુભાઇ પટેલ, મહાપિલાકાના હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ બારોટ તથા નગર સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.