• Gujarati News
  • પાટનગરના બજારોમાં દિવાળીના તહેવારની ખરીદીનો માહોલ

પાટનગરના બજારોમાં દિવાળીના તહેવારની ખરીદીનો માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરના બજારોમાં દિવાળીના તહેવારની ખરીદીનો માહોલ

સાંજ પડતાની સાથે બજારોમાં ખરીદીનો માહોલ

ભાસ્કરન્યૂઝ . ગાંધીનગર

દિવાળીનાતહેવારો હેવ આંગણળીના વેઢે ગણી શકાય તેટલા નજીક છે. ત્યારે પાટનગરના તમામ બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડતાની સાથે બજારોમાં ભીડ જામી રહી છે. જો કે હાલમાં મોટાભાગની ભીડમાં શહેરીજનો જોવા મળી રહ્યાં છે. જ્યારે દિવસના સમયે ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરતી જોવા મળે છે.

ખાસ કરીને તૈયાર કપડા અને સાડીની દુકાનોમાં યુવતીઓ અને મહિલાઓની ભીડ જામી રહી છે. પંજાબી સહિતના ડ્રેસની બોલબાલા હોવા છતાં આજે પણ સાડીની દુકાનમાં ખરીદી કરનારી ગૃહિણીઓ ધસારો કરી રહી છે. કેટલાક વેપારીઓ દ્વારા સેલના પાટિયા લટકાવી દેવાયાં છે. સેક્ટર-૨૧નાં સાડીના એક વેપારી જણાવે છે કે સાડીના ભાવ ગત વર્ષ જેટલા છે. કોઇ ભાવ વધારો નથી. સાડીની ખરીદીમાં તાલુકા કક્ષાના ગ્રહકો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.

ઉપરાંત ગૃ શુશોભનની ચીજ વસ્તુઓ તેમજ પગ લુછણીયા, તોરણ, હાર, જુમ્મર અને રોશનીની શીરીજ, દિવડા, કેન્ડલ વગેરેની ખરીદી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

શહેરના મોટાભાગના તમામ સેક્ટરોના શોપીંગ સેન્ટરમાં આવેલી મીઠાઇ-ફરસાણ, તૈયાર કપડાં, મકાનોના કલર, રંગોળી, ફૂલદાની, ડેકોરેશન અને ફટાકડાની દૂકાનો ધમધમવા લાગી છે. ફટાકડાના વેપારીઓ કહી રહ્યાં છે કે અનેક પ્રકારની અવનવી વેરાઇટીઓમાં ભાવ ઉંચો છે. બાકીની ફટાકડા, રોકેટ, કોઠી જેવી કાયમી આઇટમોમાં ભાવનું પ્રમાણ ગત વર્ષ જેટલુ છે. તૈયાર કપડા સહિતના અન્ય વેપારીઓને શરૂઆતના દિવસોમાં મંદીનો માહોલ સતાવી રહ્યો હતો, પરંતુ જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યાં છે તેમ તેમ ઘરાકી ખુલતી જાય છે. શરૂઆતમાં ઘરાકી ઓછી રહે તેવી દહેશત જણાઇ રહી હતી. પરંતુ આજે શનિવાર હોવાથી ભીડ રહી હતી. આવતી કાલે રિવવારકે રજા હોવાથી બજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડશે.

રવિવારે રજાના દિવસે તમામ બજારમાં ભીડ જામશે