• Gujarati News
  • જિલ્લામાંદિવાળીનાં તહેવારને લઇને દારૂની માંગ વધતા જિલ્લામાં દારૂ ઘુસાડવા

જિલ્લામાંદિવાળીનાં તહેવારને લઇને દારૂની માંગ વધતા જિલ્લામાં દારૂ ઘુસાડવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાંદિવાળીનાં તહેવારને લઇને દારૂની માંગ વધતા જિલ્લામાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ દારૂની હેરાફેરી તથા વેચાણ રોકવા સક્રિય બની ઠેર ઠેર દરોડા પાડીને દારૂ પકડી રહી છે. દરમિયાન શુક્રવારની રાત્રે પેથાપુર પોલીસની ટીમ પોતાનીં હદમાં કોમ્બીંગ નાઇટમાં હતી ત્યારે કોલવડાનાં મહુડીપુરા વિસ્તારમાં દારૂ ઉતાર્યો હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનનાં સીનીયર પીએસઆઇ એસ જે વાઘેલાને મળી હતી. પોલીસે બાતમીનાં આધારે મહુડીપુરા વિસ્તારમાં દરોડો પાડીને ઝાડીઓમાં છુપાવવામાં આવેલી વિદેશી દારૂની બોટલ નંગ 196 તથા બિયર ટીન નં 419 મળી રૂ. 100700નો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી રાજેન્દ્રસિંહ ઉફે ભોડી નરૂકાની પણ ધરપકડ કરી હતી.

કોલવડાની સીમમાંથી એક લાખનો વિદેશી દારૂ પકડાયો