ઉંટરડા દિપેશ્વરી માના મંદિરના પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા

ઉંટરડા દિપેશ્વરી માના મંદિરના પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા
ઉંટરડા દિપેશ્વરી માના મંદિરના પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા

DivyaBhaskar News Network

Apr 25, 2015, 05:45 AM IST
બાયડ તાલુકાના ઉંટરડા ગામે દિપેશ્વરી માતાજીના મંદિરના 28મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઊજવણી કરાઇ હતી. દિપેશ્વરી મંદિરના ટ્રસ્ટી નવીનભાઇ પંડ્યાના જણાવ્યા મુજબ, માઝુમ નદીના કિનારે આવેલા દિપેશ્વરી માતાજીના મંદિરના પાટોત્સવ પ્રસંગે શુક્રવારે યજ્ઞ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે બાયડ સહિત રાજ્યભરમાંથી ભાઇભક્તો દર્શને પધાર્યા હતા અને બાવનગજની ધ્વજા ચઢાવી હતી. જ્યારે મંદિર સંકુલમાં ગાંધીનગરના ધરમાભાઇ પટેલના રૂ.3 લાખના દાનથી બંધાયેલ પંખીઘર ખુલ્લું મુકાયું હતું. અહીં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દિપેશ્વરી ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું. /ભાસ્કર

ધર્મોત્સવ | માઇભક્તોએ બાવનગજની ધજા અર્પણ કરી

X
ઉંટરડા દિપેશ્વરી માના મંદિરના પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા
ઉંટરડા દિપેશ્વરી માના મંદિરના પાટોત્સવમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી