• Gujarati News
  • ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર પાટનગરનીઓળખ બદલવામાં મોટી ભૂમિકા ભજવનારા મહાત્મા

ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર પાટનગરનીઓળખ બદલવામાં મોટી ભૂમિકા ભજવનારા મહાત્મા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર
પાટનગરનીઓળખ બદલવામાં મોટી ભૂમિકા ભજવનારા મહાત્મા મંદિરનું કામ પાટનગર યોજના વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવ્યું છે. વિશ્વ શાંતી વાર્તાઓ યોજવાના મૂળ હેતુ સાથે અહીં પ્રથમ તબક્કામાં કન્વેન્શન હોલ બાંધવાનું કામ પૂર્ણ થઇ ગયાં પછી હવે તેની આગળના ભાગમાં વિશાળ ફૂડ ર્કોટ અને ફોટો ગેલેરી બનાવવાના કામ શરૂ થશે. બીજી બાજુ અનોખા ગાંધી ગાર્ડન અને ૧પ માળની ઇમારત જેટલા ઉંચા બનનારા મીઠાના પર્વતનું કામ દિવસ રાતના ધોરણે ચાલું કરાયું છે.
નગરની મધ્યમાં સેક્ટર-૧૪માં રૂ. 1,000 કરોડના ખર્ચના અંદાજ સાથે મહાત્મા મંદિર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભૂમિ પુજન વખતે મુખ્યમંત્રીએ અહીં વિશ્વ શાંતી વાર્તાના આયોજન થશે. તેવી ખુબ મોટી વાત ઉચ્ચારી હતી. એક સાથે 8,000 લોકો બેસી શકે તેવા બે કન્વેન્શન હોલનું રેર્કોડ બ્રેક સમયમાં કામ પૂર્ણ કરી દેવાયા પછી સૌ પ્રથમ રાજ્યના સરપંચોના સંમેલન અનેત્યાર બાદ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજવાનું શરૂ કરી દેવાયું છે. તેની સાથોસાથ બીજા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે.
વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે હવે અહીં 4800 ચોરસ મીટર જગ્યા પૈકી અડધામાં વિસ્તારમાં ફૂડર્કોટ અને અડધામાં ફોટો ગેલેરી માટેની ભોંયતળીયુ અને ઉપર એક માળની ઇમારતો બાંધવામાં આવશે.
બન્ને કામની વહીવટી મંજુરી સરકારે આપી દેતાં કામ શરૂ કરી દેવાયું છે.બીજી બાજુ ખ-રોડને વટીને મંદરિની સામે સોલ્ટ માઉન્ટ એટલે કે ગાંધીજીના મીઠાના સત્યા ગ્રહને અનુલક્ષીને મીઠાનો પર્વત બનાવવાનું શરૂ કરાયું છે. જે 15 મજલાની ઇમારત જેટલો 45 મીટર ઉંચો બનાવાશે. તેની અંદર પ્રદર્શની ઉભી કરાશે. બીજા માળ જેટલી ઉંચાઇએથી અંદર જઇ શકાશે. આખા માઉન્ટ ફરતે વોટર બોડી બનાવવા પણ નિર્ણય કરાયો છે. ઉપરાંત ગાંધી ગાર્ડનનું કામ ચોમાસુ પૂર્ણ થવાની સાથે ચાલું કરી દેવાયું છે. તેમાં ફૂવારા, કાફે ટરિયા, ચિલ્ડ્રન પાર્ક સહિ‌તની બાબતો સમાવાશે
{ગાંધી ગાર્ડન અને 15 માળની ઇમારત જેટલા ઊંચા બનનારા મીઠાના પર્વતનું કામ ચાલુ છે
મહાત્મા મંદિર પરિસરમાં હવે ફૂડ કોર્ટને ફોટો ગેલેરી મૂકાશે