તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરગાસણ ચોકડી પાસે નિલગાયની અડફેટે બોપલનાં આધેડનું મોત નીપજ્યું

સરગાસણ ચોકડી પાસે નિલગાયની અડફેટે બોપલનાં આધેડનું મોત નીપજ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાનાં માર્ગો પર નિલગાયો અચાનક આડી ઉતરવાનાં કારણે અકસ્માતો સર્જાવા બનાવો વધી રહ્યા છે. ત્યારે મંગળવારે બપોરના સુમારે સ્કુટર લઇને સરગાસણ ચોકડીથી પસાર થઇ રહેલા બોપલનાં આધેડને નિલગાયે અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ઘટના મોત નિપજ્યુ હતું. સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગાંધીનગર શહેરની આસપાસનાં જંગલ વિસ્તારમાં વધી રહેલી નિલગાયોની સંખ્યાનાં કારણે નિલગાયો આસપાસનાં ખેતરોમાં નુકશાન પહોચાડવા લાગી છે. માનવ વસ્તીથી દુર રહેતા જંગલી પશુઓ હવે આસપાસનાં ગામડાઓ તથા ગાંધીનગર શહેરમાં પણ ઘુસી આવે છે. માર્ગો પર અચાનક ઉતરી આવતી નિલગાયોનાં કારણે છાશવારે અકસ્માતો પણ સર્જાતા રહે છે. જેનાં કારણે પોલીસે માર્ગો પર નિલગાયોથી સાવધાનીનાં બેનર્સ લગાવવાની ફરજ પડી છે. દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદનાં બોપલનાં રહેવાસી 57 વર્ષિય આધેડ મનોજભાઇ ચંદુભાઇ પટેલ મંગળવારે બપોરનાં સુમારે પોતાનું સ્કુટર જઇને ગાંધીનગરથી અમદાવાદ જવા નિકળ્યા હતા. મનોજભાઇ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સરગાસણ ચોકડી પાસે અચાનક માર્ગ પર નિલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમા મનોજભાઇ સ્કુટર પરથી ફંગોળાઇ જતા ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતું. સેકટર 7 પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી ઘટની કાર્યવાહી હાથ ધરી છે.