• Gujarati News
  • ગાંધીનગર રજીસ્ટાર કચેરીનાં સબ રજીસ્ટાર સામે લાંચની ફરિયાદ દાખલ

ગાંધીનગર રજીસ્ટાર કચેરીનાં સબ રજીસ્ટાર સામે લાંચની ફરિયાદ દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરએન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં કાયદેસરની રકમ ઉપરાંતની રૂ. 8615ની બિન હિસાબી રકમ મળી આવી હતી. રકમ અંગે ફરજ પરનાં સબ રજીસ્ટાર યોગ્ય ખુલાસો આપી શકતા તપાસનાં અંતે તેમની સામે એસીબી દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોનાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર જિલ્લાની રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદાર પાસેથી કાયદેસરની ફી ઉપરાંત લાંચ પેટે નાણા લેવાતા હોવાની બ્યુરોને વિગતો મળી હતી. જેનાં આધારે કચેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં ગત તા 29મી સપ્ટેમ્બરનાં રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આશરે 4 કલાક ચાલેલી તપાસમાં 3,30,900ની રકમ મળી આવી હતી. જેમાંથી રૂ. 3,22,285ની કાયદેસરની પાવતીઓ મળી આવી હતી. જયારે રૂ. 8615ની રકમનો કોઇ હિસાબ મળ્યો નહોતો. જે અંગે એસીબી દ્વારા સબ રજીસ્ટ્રાર રમેશ ગાંડાભાઇ રાવલ પાસેથી ખુલાસો માંગી મુદત આપવામાં આવી હતી. પરંતુ મુદત દરમિયાન સબ રજીસ્ટ્રાર એસસીબીને યોગ્ય ખુલાસો આપી શકતા પ્રાથમિક દ્રષ્ટિએ રકમ લાંચની હોવાનું ફલીત થાય છે. જેનાં આધારે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં સબ રજીસ્ટ્રાર રમેશ રાવલ સામે પીસી એક્ટ સેકશન 13(1)ઇ, 13(2) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેની તપાસ પીઆઇ આર એન પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

લોક સહયોગથી ભ્રષ્ટાચાર રોકી શકાશે : એસીબી

ગાંધીનગર એસીબી દ્વારા ગત 29મી સપ્ટેમ્બરનાં રોજ ગાંધીગનર સબ રજીસ્ટાર કચેરીમાં સર્ચ કરી બેનામી રકમ પકડી પાડી હતી- ફાઇલ ફોટો

એસીબી પીઆઇઆર એન પટેલે જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર અટકાવવા લોકસહયોગ જરૂરી છે. નાગરીકો લાંચ માંગતા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ વિશે એસીબીને માહીતી આપશે તો અમે પણ દિશામાં અસરકારક કામગીરી કરી શકીશુ. જિલ્લાનાં નાગરીકો લાંચને લગતી ફરીયાદ, માહીતી કે માર્ગદર્શન માટે ગાંધીનગર એસીબી કચેરીનાં ફોન નંબર 079 232 61373 , સિનીયર પીઆઇ એમ જે ક્રિશ્રીયનને મો.નં.9825926894 અથવા પીઆઇ આર એન પટેલને મો નં 9825443311 પર જાણ કરી શકે છે.