• Gujarati News
  • ઝાયલો કાર સળગતી રહીને લોકો મોબાઇલમાં વિડીયો ઉતારતા રહ્યાં !

ઝાયલો કાર સળગતી રહીને લોકો મોબાઇલમાં વિડીયો ઉતારતા રહ્યાં !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલમેનીયા લોકોને કેટલી હદે સંવેદનહિન બનાવી મુકે તેનો જીવતો જાગતો કિસ્સો બુધવારે ગાંધીનગર શહેરમા જોવા મળ્યો હતો. સેકટર 21નાં શોપીગમાં પાર્ક ઝાયલો કારમાં અચાનક આગ ભભુકતા હાજર લોકો આગ ઓલવવાનાં પ્રયાસ કરવાનાં બદલે સળગતી કારનો વિડીયો મોબાઇલમાં ઉતારતા રહ્યા હતા. આખરે ફાયર બ્રિગેડે દોડી આવી આગને કાબુમાં લીધી હતી.

યંત્રની સાથે રહીને માણસ પણ યંત્રવત બની જાય છે તેવી વાત આપણે ઘણી વખત સાંભળવા મળે છે. તો ઘણી વખત માણસની સંવેદનહિનતાનાં કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. પરીવારજનો કરતા મોબાઇલ, કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટ સાથે વધારે સમય ગાળતું આજનું યુવાધન પણ મોબાઇલ મેનીયા તરીકે ઓળખાતી માનસિક બિમારીનો શિકાર બની રહ્યા હોય તેવી લાગી રહ્યુ છે. મોબાઇલ જેવા યંત્રોની સાથે સમયગાળીને માણસ પણ યંત્રવત બનવા લાગ્યો છે. શહેરનાં સેકટર 21નાં શોપીંગમાં બનેલી કારમાં આગની ઘટનામાં પણ આવી કઇક સ્થિતિ જોવા મળી હતી. સેકટર 21ના શોપીંગમાં આવેલા આર વર્લ્ડ સિનેમાં પાસે પાર્ક એક ઝાયલો કારમાં બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભુકી ઉઠી હતી. કારમાં લાગેલી આગ જોતા જોતા વધવા લાગતા આસપાસનાં લોકોએ કાર પાસે પહોચી જઇને આસપાસથી પાણી લાવી આગ ઓલવવાને બદલે પોત પોતાનાં મોબાઇલમાં ફોટા પાડવા તથા વીડીયો ઉતારવામાં વ્યસ્ત બની ગયા હતા. આશરે વીસ મિનીટ ચાલેલા શુંટીગ બાદ ફાયર બ્રિગેડ સ્થળ પર આવી પહોચતા લોકોનાં ટોળાને વિધીને લોકો સુધી પહોચતા પણ વાર લાગી ગઇ હતી. આખરે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી.

સેકટર 21નાં શોપીંગમાં પાર્ક ઝાયલો કારમાં અચાનક આગ લાગતા થોડી મીનીટોમાં કાર આગમાં લપેટાઇ ગઇ હતી. જયારે ટોળે વળેલા મોબાઇલ મેનીયાઓ તેનો વિડીયો શુટ કરી શેર કરતા રહ્યા હતા. તસ્વીર /કલ્પેશ ભટ્ટ)