• Gujarati News
  • જિલ્લાની પશુપાલક મહિલાઓને ચાપકટર અને મિલ્કીંગ મશીન અપાયાં

જિલ્લાની પશુપાલક મહિલાઓને ચાપકટર અને મિલ્કીંગ મશીન અપાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનીમધૂર ડેરી દ્વારા બુધવારે ડૉ. વર્ગીસ કુરીયનનાં જન્મ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવાયો હતો. તે પ્રસંગે ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. તે પૈકી 39 પશુપાલક મહિલાઓને મંત્રીના હસ્તે ચાપકટર આપવામાં આવ્યા હતાં. તેમજ 3 મહિલાઓને મિલ્કીંગ મશીન ભેટ સ્વરૂપે અપાયા હતાં. તેમજ મહિલા દ્વારા સંચાલન થતુ હોય તેવી 3 અગ્રણી દૂધ મંડળીઓને દૂધ ઘર બનાવવા માટે 1 રૂપિયાના ટોકન દરે ગામમાં જમીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ દૂધ ઘર બનાવવા અર્થિક સહાય પેટે ~ 5 લાખની સહાય આપવાની જાહેરાત કરાઇ હતી.

દૂધ ઘર માટે મહિલા દ્વારા સંચાલન થતુ હોય તેવી 3 અગ્રણી દૂધ મંડળીઓમાં ગાંધીનગર જિલ્લાના પેથાપુર, દોલારાણા વાસણા અને ભાટ ગામનો સમાવેશ કરાયો છે. 3 ગામની દૂધ મંડળીને જમીન પાળવવામાં આવશે. પ્રસંગે મુખ્મંત્રી આનંદીબેન પટેલના બનાસકાંઠાનાં બાદલપુરામાં યોજાયેલા એક કાર્યક્રમમાંથી અત્રેના ટાઉનહોલમાં લાઇવ ટેલીકાસ્ટ દ્વારા મહિલા પશુપાલકોને સંબોધન કર્યુ હતું.

શ્વેત ક્રાતિનાં પ્રણેતા અને ગુજરાતનાં પશુપાલકો માટે મસીહા બનેલા ડૉ.વર્ગીસ કુરીયનનાં જન્મ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. જે અનુસંધાને આજે બુધવારે કૃષિ અને પશુપાલન મંત્રી બાબુભાઇ બોખીરીયાની અધ્યક્ષતામાં ગાંધીગનરમાં ટાઉનહોલ ખાતે સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન પશુપાલકોની હાજરીમાં દૂધ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીગનર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ દ્રારા ઉજવાનાર કાર્યક્રમમાં મંત્રી બાબુભાઇ બોખીરીયા, ગાંધીગનર દક્ષિણનાં ધારાસભ્ય શંભુજી ઠાકોર, ઉતરાંત ધારાસભ્ય અશોકભાઇ પટેલ તમજં મધુર ડેરીનાં ચેરમેન ડૉ શંકરસિંહ રાણા હાજર રહ્યાં હતાં. પ્રસંગે સરકારની પશુપાલન યોજનાની મહિલા લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.

અત્રેના ટાઉનહોલમાં મધૂર ડેરી દ્વારા ડૉ.વર્ગીસ કુરીયનનાં જન્મ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ તરીકે ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ હાજર રહી હતી.