• Gujarati News
  • ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યશાળા

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યશાળા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના દહેગામ શહેર નજીક હરખજીના મુવાડાના એક ફાર્મ ખાતે દહેગામ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

હરખજીના મુવાડા ખાતે યોજાયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખ નૈલેશભાઇ શાહ,મહામંત્રી હિતેન્દ્રભાઇ પટેલ,તાલુકા પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ,શહેર પ્રમુખ બિમલભાઇ અમીન સહિત જિલ્લા,શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેતા અગ્રણીઓએ ભાજપની લહેરમાં મોટી સંખ્યામાં મજૂર થી માંડી મિલમાલિક અને એક એક ઘરની મહિલાઓને પક્ષમાં જોડાવા માટે ઘરે ઘરે જઇ પ્રયત્ન કરવાનો અનુરોધ કર્યો હતો.સદસ્યતા અભિયાન કાર્યશાળામાં દહેગામ શહેર અને તાલુકા ભાજપ મોરચાના પ્રમુખ મંત્રી અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.