• Gujarati News
  • લવાડ ગામે યોજાયેલા શિબિરનો સમાપન કાર્યક્રમ સંપન્ન કરાયો

લવાડ ગામે યોજાયેલા શિબિરનો સમાપન કાર્યક્રમ સંપન્ન કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે તાજેતરમાં દહેગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા શિબિરની પૂર્ણાહૂતીનો કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગરના દહેગામમાં આવેલી કોલેજ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.કિરીટભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિબિર અંતર્ગત એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થી ભાઇ બહેનોએ લવાડ ગામમાં સાત દિવસ રોકાઇને ગામના વિવિધ ફળિયાઓની સફાઇ કરી હતી.ઉપરાંત રોકાણ દરમ્યાન શિક્ષણને ઉતેજ્ન આપતા કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.શિબિરના અંતે યોજાયેલ પૂર્ણાહૂતિ પ્રસંગે ઉપસ્થિત દહેગામના ધારાસભ્ય કામિનીબા રાઠોડ,જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતસિંહ ચાવડા(દોલભા) ,દહેગામ તાલુકા એજ્યુકેશ સોસાયટીના મંત્રી હરીભાઇ બી.અમીન,અંબાલાલ પટેલ તથા દહેગામ આર્ટસ એન્ડ કોમર્સના પ્રિન્સીપાલ ડો.એચ.આર.ભટ્ટ,ગ્રામજનોએ વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવ્યુ હતુ.અને ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામની સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું.