• Gujarati News
  • ટાટાની સફળતાનું શ્રેય પ્રેમાળ ગુજરાતી લોકોને: સાયરસ મિસ્ત્રી

ટાટાની સફળતાનું શ્રેય પ્રેમાળ ગુજરાતી લોકોને: સાયરસ મિસ્ત્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાટાજૂથની સફળતાનો સઘળો શ્રેય ગુજરાતની સરકાર અને અહીંના લોકોએ ઉમળકાભેર આપેલા સાથ, સહકાર અને પ્રોત્સાહનોને જતો હોવાનો સ્પષ્ટ અભિપ્રાય ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીએ વ્યક્ત કર્યો છે. ટાટા કેમિકલ્સની સ્થાપનાને વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે કંપનીની સાડા સાત દાયકાની વિકાસયાત્રા, તેના ઊતાર-ચડાવ અને તેણે સફળતાપૂર્વક ઓળંગેલા અંતરાયોને આલેખતા પુસ્તક ‘સોલ્ટ ઑફ અર્થ : સ્ટોરી ઑફ ટાટા કેમિકલ્સ’નું મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું તે પ્રસંગે સાયરસ મિસ્ત્રીએ ઉપરોક્ત લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પણ કહ્યું કે, ટાટા જૂથ ગુજરાતમાં મૂડીરોકાણની દીર્ઘ અને સફળ પરંપરા ધરાવે છે. ફિલીપ ચાકો અને ક્રિસ્ટાબેલ નોરોનહા લિખિત પુસ્તકનું વિમોચન કર્યા બાદ મુખ્યમંત્રીએ સમગ્ર દેશના સમાજજીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની પ્રશંસા કરી હતી.