• Gujarati News
  • ઇ ગુજકોપ સિસ્ટમ રાજસ્થાન પોલીસ અપનાવશે

ઇ-ગુજકોપ સિસ્ટમ રાજસ્થાન પોલીસ અપનાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાં પોલીસની કામગીરી સરળ બનાવવામાં ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપ ઓનલાઇન પઘ્ધતી રાજયનાં પોલીસ સ્ટેશનોમાં અમલમાં મુકવામાં આવી છે. પ્રાથમિક તબ્બકે સફળ રહેલી આ સિસ્ટમ રાજસ્થાન પોલીસ પણ રાજસ્થાનમાં અપનાવવાનું વિચારી રહી છે. જેના પગલે રાજસ્થાન સ્ટેટ ક્રાઇમનાં એડીશનલ ડીજીપી તથા અન્ય ૫ અધિકારીઓની ટીમે ગુરૂવારે ગાંધીનગરની મુલાકાત લઇને ઇ-ગુજકોપ અંગે માહિતી મેળવી હતી.
રાજયમાં વધતા ક્રાઇમ રેટની સાથે સાથે પોલીસ સ્ટેશનોમાં સ્ટાફની કામગીરી પણ વધતી જાય છે. પોલીસ સ્ટેશનમાં આવતા દરેક કેસની માહિતી અનેક કાગળોમાં ઉતારીને ઉપરની ક ાાએથી રીપોટર્ કરવાથી માંડીને અન્ય પોલીસ સ્ટેશનોમાં પત્રો દ્વારા આ માહિતી મોકલવી પડતી હોય છે. જેના કારણે પોલીસ કેસનાં કાગળો બનાવવામાં જ ઘણો સમય ગુમાવે છે.
ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં પોલીસ સ્ટેશનોમાં ઇ-ગુજકોપ નામની કોમ્પ્યુટરાઇઝ ઓનલાઇન સીસ્ટમ વિકસીત કરવામાં આવી છે. જેમાં દરેક ગુના તથા ગુનેગારની ફોટા સાથેની વિગતો કોમ્પ્યુટરમાં એન્ટર કરવાથી સેન્ટ્રલ સર્વરમાં તેનો ડેટા ચોક્કચ માળખામાં સંગ્રહીત થાય છે. જેના પગલે ગુજરાતનાં કોઇ પણ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરીયાદની માહીતી ઓન લાઇન ગમે ત્યાંથી જોઇ શકાય. આ ઉપરાંત રીઢા તથા ફરાર ગુનેગારોની માહિતી પણ અન્ય પોલીસ સ્ટેશનને સરળતાથી મળી જાય છે. આ સિસ્ટમમાં હજુ વધારે સુવીધા દાખલ કરવાની કામગીરી પણ ચાલુ છે. ગુજરાત પોલીસની આ સફળ સિસ્ટમથી રાજસ્થાન પોલીસ પણ પ્રભાવીત થઇ છે અને હવે આ સિસ્ટમ રાજસ્થાન પોલીસ પણ અપનાવે તેવા અરમાન સેવી રહી છે.
જેના પગલે ગુરૂવારે રાજસ્થાન પોલીસની ક્રાઇમ શાખાનાં એડીશનલ ડીજીપી કપીલ ગર્ગ ૫ આઇપીએસ અધિકારીઓની ટીમ સાથે ઇ-ગુજકોપ સિસ્ટમની માહિતી મેળવવા ગાંધીનગર આવી પહોરયા હતા. જેઓએ સેકટર ૨૧ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને ઇ-ગુજકોપ વિશે માહીતી મેળવી હતી. પોલીસનાં જણાવ્યાનુંસાર રાજસ્થાન પોલીસ આ અંગેનો રીપોટર્ રાજસ્થાન સરકારને રજુ કરશે. સરકાર મંજુરી આપશે તો આ સિસ્ટમનો લાભ રાજસ્થાન પોલીસને પણ મળશે.
સિસ્ટમ