• Gujarati News
  • આંગડિયા લૂંટનો તખ્તો જોધપુર જેલમાં ઘડાયો હતો

આંગડિયા લૂંટનો તખ્તો જોધપુર જેલમાં ઘડાયો હતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગનર શહેરની સેકટર ૭ પોલીસ દ્વારા અમદાવાદનાં આંગડીયા કર્મચારી પાસેથી રૂ.૩૦ લાખ લુંટવા નિકળેલા ૩ શખ્સોની હથીયારો સાથે ધરપકડ કરી હતી. જેઓને બે દિવસનાં રીમાન્ડ પર લઇને વધુ પુછપરછ કરવામાં આવતા લૂંટનુ આયોજન રાજસ્થાનની જોધપુર જેલમાં આઝાદસિંગ સાથે મળીને કરાયુ હોવાનું સામે આવ્યુ છે.
શહેરની સેકટર ૭ પોલીસ દ્વારા ગત સોમવારની રાત્રે ઘ-૦ સર્કલ પાસેથી શંકાસ્પદ લાગતા ૩ શખ્સો મોહનસિંહ લખસિંગ સોઢા, જયસિંગ વિજયસિંગ ભાટી(બંને રહે રાજસ્થાન) તથા નવાબ અખ્તર યુસુફખાન પઠાણ(રહે કડી જી. મહેસાણા)ને પકડી પાડયા હતા. જેમની પાસેથી પોલીસને એક દેશી બનાવટનાં તમંચો તથા છરીઓ જેવા હથીયારો પણ મળી આવ્યા હતા. જેઓની પુછપરછ કરતા તેઓ અમદાવાદનાં એક આંગડીયા કર્મચારી પાસેથી રૂ. ૩૦ લાખ લુંટવા જઇ રાા હોવાનું કબુલ્યુ હતુ. જેના પગલે પોલીસે કોટર્ પાસેથી તેઓને બે દિવસનાં રીમાન્ડ પર લઇને વધુ પુછપરછ હાથ ધરી હતી. જેમાં અમદાવાદમાં તેમને રીસીવ કરવા આવનાર આઝાદસિંગનું નામ પણ ખુલ્યુ હતું. પુછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે આ ત્રણેય શખ્સો તથા આઝાદસિંગ રાજસ્થાનની જોધપુર જેલમાં સાથે હતા. જયાં આઝાદસિંગે સમગ્ર પ્લાનીગ તૈયાર કરીને આ ત્રણેય શખ્સોને પૈસાની લાલચ આપીને લૂંટ માટે તૈયાર કર્યા હતા.
બેનામી નાણાની હેરફેર કરતા આંગડિયાને લૂંટવાના હતા
પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર આ શખ્સો અમદાવાદનાં કયા આંગડીયા કર્મચારીને લુંટવાનાં હતા તે અંગે માત્ર આઝાદસિંગ જાણે છે. પરંતુ આઝાદસિંગે આ શખ્સોને જણાવ્યુ હતુ કે બેનામી નાણાની હેરફેર કરતા આંગડીયા કર્મચારીને લૂંટવાનો છે. જેથી કરીને પોલીસમાં ફરીયાદ પણ ન થઇ શકે.