• Gujarati News
  • ડસ્ટબિન મામલે સ્થાયી ચેરમેનનો મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર

ડસ્ટબિન મામલે સ્થાયી ચેરમેનનો મ્યુનિ. કમિશનરને ધગધગતો પત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં સફાઇની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે દરેક ઘરે મનપાના ખર્ચેડસ્ટબિન આપવાની યોજના પર વહીવટી તંત્રે પાણી ફેરવી દીધાના પગલે સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા આ મામલે તંત્રની ઝાટકણી કાઢતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને પાઠવીને આ દિશામાં તુરંત કામગીરી હાથ ધરીને સમિતિને અહેવાલ આપવા જણાવ્યું છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં થઇ ગયેલા ટેન્ડર કામ પ્રત્યની ઉદાસીનતા અને આચારસંહિતાના બહાના હેઠળ આજ સુધી ખોલવામાં આવ્યા નથી. જેના કારણે નાગરિકો હાડમારી વેઠી રાાં છે.
સ્થાયી સમિતિના ચેરમેન આશિષભાઇ દવેએ જણાવ્યું કે દેશની સર્વોરચ અદાલતની આદેશાત્મક માર્ગદર્શિકા પ્રમાણે સફાઇ વ્યવસ્થા અને ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવા માટે મહાપાલિકાની ચૂંટાયેલી પાંખના પદ્ાધિકારીઓ તરફથી અનેકવિધ પગલા ભરવામાં આવ્યા છે અને તે સંબંધિ હાથ ધરવામાં આવેલી યોજનાના ભાગરૂપે એક વર્ષ પહેલા સ્થાયી સમિતિની બેઠકમાં એવો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો કે મહાપાલિકા તરફથી દરેક ઘરમાં મફત ડસ્ટબિન આપવામાં આવશે અને રહેવાશીએ તેમાંજ ઘરનો રોજીંદો કચરો એકત્ર કરવાનો રહેશે જે મહાપાલિકાના માણસો રોજે રોજ લઇ જશે.
આ બાબતનો સમાવેશ મહાપાલિકાના બજેટમાં કરવામાં આવ્યા પછી ડસ્ટબિન માટે ટેન્ડર બહાર પડાયા હતાં. પરંતુ ડસ્ટબિનના સેમ્પલ જોઇને પદાધિકારીઓને તે તદ્દન તકલાદી લાગતાં ટેન્ડર રદ કરી દેવાયા હતાં અને ફરીથી તા. ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. પરંતુ મહાપાલિકાના વહીવટી તંત્રની કામ પ્રત્યેની ઉદાસીનતાના કારણે અને ત્યાર બાદ ચૂંટણીની આચારસંહિતાના બહાના હેઠળ આ ટેન્ડર આજ સુધી ખોલવામાં પણ આવ્યાં નથી.
યોજના છતાં નાગરિકોને પરેશાની
સ્થાયી સમિતિના ચેરમેને આ મામલે આક્રોષ ઠાલવવા સાથે જણાવ્યું કે લોક પ્રતિનિધિઓ તરફથી વધુ સારી સુવિધા માટે આ યોજના બનાવાઇ છે. જેને સરકારે મંજૂરી આપી હોવા છતાં કમિશનર તરફથી યોજનાને અઘ્ધરતાલ રાખી દેવામાં આવી હોવાથી નાગરિકોએ પરેશાની ઉઠાવવી પડી રહી છે.
કમિશનર પાસે અહેવાલ મગાયો છે
ડસ્ટબિન મામલે આજ સુધીમાં વહીવટી તંત્રે શું કાર્યવાહી કરી છે. તેનો અહેવાલ માગવાની સાથે આ કામગીરી અગ્રતાના ધોરણે હાથ પર લઇને તેને પૂર્ણ કરવાની તાકીદ પણ કરાયાનું સ્થાયી સમિતિના ચેરમેને કમિશનરને જણાવ્યું છે.
કમિશનર હવે બે દિવસના મહેમાન
બનાસકાંઠામાં કલે