• Gujarati News
  • {નવી સીરીઝ જીજે 18 બીડી માટે 10મી ઓક્ટોબરે હાથ ધરાનારી પ્રક્રિયા

{નવી સીરીઝ જીજે-18 બીડી માટે 10મી ઓક્ટોબરે હાથ ધરાનારી પ્રક્રિયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{નવી સીરીઝ જીજે-18 બીડી માટે 10મી ઓક્ટોબરે હાથ ધરાનારી પ્રક્રિયા

ગાંધીનગરઆરટીઓમાં થ્રી વ્હીલરનાં નંબરની હાલમાં ચાલતી સીરીઝ જીજે-૧૮બીસી પૂરી થવાની છે. તે પછી નવી સીરીઝ જીજે૧૮-બીડી માટે ૧૦ ઓક્ટોબરે શરૂ થનારી છે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા અરજદારોએ તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીનાં નંબર માટે આરટીઓમાં તા. ૭થી સુધીમાં અરજી કરવાની રહેશે. પસંદગીના નંબર માટે અરજદારોએ નિયત ફી રૂ.પ હજાર કે તેથી વધુ રકમનો નેશનલ બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી સાથે બંધ કવરમાં રજૂ કરવાનો રહેશે.
એઆરટીઓ આર.પી દાણીએ જણાવ્યું હતું, કે પસંદગીનો નંબર મેળવવાની અરજી સાથે ફોર્મ રજીસ્ટેરેશન નંબર સાથે વાહનના ટેમ્પરરી રજીસ્ટ્રેશન હરાજીની તારીખે ચાલુ હોય તોજ અરજી કરવાની રહેશે. નહીં તો અરજી સ્વિકારાશે નહીં.
એક અરજી માટે એકથી વધારે ડ્રાફ્ટ કોઇ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહીં. જે અરજદાર દ્વારા સૌથી વધારે ફી એક ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરપાઇ કરવામાં આવી હશે, તેની અરજી માન્ય રાખવામાં આવશે અને તે અરજી પસંદગીનો નંબર ફાળવવા માટે લાયક ઠરશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું, કે જો વાહન કંપનીના નામે રજીસ્ટર્ડ થેયલુ હોય અને પસંદગીનો નંબર મેળવવા માગતા હોય તો હરાજીમાં જે-તે કંપનીનાં પ્રતિનિધિએ લેખિત મજૂરી સાથે હાજર રહેવાનું રહેશે. તેમજ વાહન માલિકે પોતાનાં નામે વાહન રજીસ્ટર કરાવ્યું હોય અને પસંદગીનો નંબર મેળવવા માગતા હોય તેઓએ પણ હારજીમાં હાજર રહેવાનું રહેશે. જાહેર હરાજીની પ્રક્રિયા ગાંધીનગર આરટીઓમાં ૧૦.૧૦.૨૦૧૪ના રોજ બપોરે ૧૨ વાગ્યે યોજવામાં આવશે. નંબર ફાળવણીનું લીસ્ટ ૧૩મીએ કચેરીના નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
ગાંધીનગર આરટીઓમાં થ્રી વ્હીલરમાં પસંદગીના નંબર માટે હરાજી કરાશે
ફાળવણીનું લીસ્ટ 13મીએ કચેરીના નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવશે