• Gujarati News
  • અનુમોદના|દહેગામ જૈનસંઘમાં લબ્ધિગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આચાર્ય શીલ રત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામા

અનુમોદના|દહેગામ જૈનસંઘમાં લબ્ધિગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આચાર્ય શીલ રત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં દહેગામના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુમોદના|દહેગામ જૈનસંઘમાં લબ્ધિગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આચાર્ય શીલ રત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં દહેગામના જૈન જૈનેતરભાઇ બહેનોએ સો થી વધુની સંખ્યામાં વરસીતપ,માસક્ષમણ,એકવીસ,વીસ,સોળ,પંદર,દસ,નવ અને અઠ્ઠાઇ તેમજ અઠ્ઠમ જેવા તપની તપસ્ર્યા કરી હતી.જે તપસ્વીઓની અનુમોદના બહુમાનનો કાર્યક્રમ રવિવારે જૈન સમાજ ખાતે યોજવામાં આવ્યો હતો.
કોલવડામાં જ્ઞાન સપ્તાહ
અમદાવાદ|ગાંધીનગર તાલુકાનાં કોલવડા ગામે આવેલી કમળાબેન કેશવલાલ પટેલ વિદ્યાલય ખાતે જ્ઞાન સપ્તાહની ઉત્સાહભેર જવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વછતા અભિયાન, મહાન વ્યકિતનાં જીવન ચરિત્ર્ય પર વકતવ્ય, વર્ગ સુશોભન, રંગોળી સ્પર્ધા તથા સ્વયં શિક્ષક દિવસ જેવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
તપસ્વીઓનું બહુમાન
તેજસ્વી તારલાનું સન્માન
ગાંધીનગર|ગાંધીનગરજિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્રારા આગામી તા ૧૧મી સપ્ટેમ્બરનાં રોજ સેકટર ૧૨માં વેલા જિલ્લા શિક્ષક ભવન ખાતે તેજસ્વી વિદ્યાર્થીનાં સન્માન , મૈયત શિક્ષકોનાં આશ્રિતોને સહાય તથા અસાધ્ય રોગથી પિડાતા શિક્ષકોનાં આશ્રિતોને સહાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સંઘનાં શિક્ષક ભાઇ બહેનોનાં સંતાનોમાં ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ નંબર મેળવાનારને ૨પ ગ્રામ, દ્રિતીય નંબરે આવનારને ૨૦ ગ્રામ તથા તૃતિય સ્થાન પ્રાપ્ત કરનારને ૧પ ગ્રામ ચાંદીની મુદ્રા આપી સન્માનાશે. જયારે ચાલુ ફરજ દરમિયાન અવસાન પામનાર શિક્ષકોનાં વારસદારોને ૧૦ હજાર તથા અસાધ્ય બિમારી ધરાવતા શિક્ષકોને રૂ. હજારનો ચેક સહાયરૂપે અપાશે તેમ સંધનાં પ્રમુખ બળદેવજી ચૌધરીએ જણાવ્યુ હતુ.
આલમપુરમાંસ્વરક્ષણ તાલીમ
ગાંધીનગર|ગુજરાતસરકારનાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લા પોલીસ દ્રારા આલમપુર પ્રાથમિક શાળા ખાતે વાડો કાઇ કરાટે ડો એકેડમીનાં સહયોગથી મહિ‌લા સ્વરક્ષણ તાલીમનાં ૧૧ દિવસીય વર્ગોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાની ૭૩ વિદ્યાર્થીનીઓએ તાલીમ લીધી હતી. જેના સમાનપ સમારોહ પ્રસંગે ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીઆઇ કે એમ પ્રિયદર્શીએ સ્વરક્ષણની તાલીમ ેઅંગે પ્રાસંગીક ઉદબોધન કરીને વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યુ હતુ.
ન્યૂઝ ઇન બોક્સ