• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર ગાંધીનગરમહાપાલિકા કાર્યરત થઇ ગયાના ત્રણ વર્ષ પસાર થઇ ગયા પછી ત્રણ દિવસ

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર ગાંધીનગરમહાપાલિકા કાર્યરત થઇ ગયાના ત્રણ વર્ષ પસાર થઇ ગયા પછી ત્રણ દિવસ પહેલા રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગની કામગીરી ગુડા પાસેથી લઇને મહાપાલિકાને સોંપવાનો આદેશ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી બાદ સતાના સુત્રો સંભાળ્યાની સાથે તત્કાલીન સમયના કોંગ્રેસી પદાધિકારીઓ દ્વારા મહાપાલિકા સક્રિય થઇ હોવાથી પાટનગરની જમીનનો વહીવટ સોંપી દેવાની માગણીઓ ચાલુ કરી હતી. પરંતુ મહાપાલિકામાં ભાજપનું શાસન સ્થપાઇ ગયા પછી પણ અતિ મહત્વના મુદ્ે સરકારના કોઇ સંબંધિત મંત્રી કે વિભાગ તરફથી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. પરંતુ વિભાગના સુત્રો સ્પષ્ટ જણાવી રહ્યાં છે કે ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી શહેરના જમીનની માલિકી મહાપાલિકાને સોંપવામાં આવશે નહીં.
અન્ય રાજ્યમાં પણ પદ્ધતિ અપનાવાઇ છે: મેયર
ગાંધીનગરમહાપાલિકાનેજમીન સોંપવા મુદ્દે પૂછવામાં આવતાં મેયર મહેનદ્રસિંહ રાણાએ જણાવ્યું કે પાટનગરની જમીન સરકાર હસ્તક રહેવાથી કોઇ સમસ્યા નથી. મહાપાલિકાને માળખાકિય સુવિધાના કામો માટે જોઇએ તેટલી જમીન સરકારે ફાળવી છે અને આગામી દિવસોમાં પણ તેમ થશે. અન્ય શહેર સાથે ગાંધીનગરની સરખામણી કરવી જોઇએ કેમ કે રાજ્યનુંપાટનગર છે અને દિલ્હી, ચંદિગઢ સહિ‌ત દેશમાં અન્ય રાજ્યના પાટનગરમાં પણ શહેરી જમીન સરકાર હસ્તક રાખવામાં આવી હોવાનાં કારણે શહેરોનો વધુ વિકાસ શક્ય બન્યો છે.
મનપામાં વિરોધી પક્ષનું શાસન હોય તો મુશ્કેલી થાય
પાટનગર હોવાથીસરકાર દ્વારા અહીં ગિફ્ટ સિટી કે મહાત્મા મંદિર જેવા પ્રોજેક્ટ ભવિસ્યમાં પણ મુકવામાં આવી શકે છે. સંજોગોમાં સરકારમાં એક પક્ષ અને મહાપાલિકામાં અન્ય પક્ષનું શાસન હોવાની સ્થિતિમાં સરકાર કક્ષાની યોજનાઓમાં વ્યાપક અંતરાય ઉભા થઇ શકે તે વાતને ધ્યાને રાખીને મહાપાલિકાને શહેરી જમીનની માલિકી નહીં આપવાનો નિર્ણય લેવાઇ ગયો છે.
મહાપાલિકાને જરૂરી જમીન આપવાના નિર્ણય થઇ ગયા છે અને થતાં રહેશે
જમીનની માલિકી સરકાર મનપાને નહીં આપે
મકાન વિભાગ હસ્તક રહેલી ગાંધીનગર શહેર વિસ્તારની જમીનની માલિકીના મુદ્દા પર પૂર્ણવિરામ મૂકાઇ ચૂક્યું