• Gujarati News
  • એન.એની ૧૫ ફાઇલ વિકાસ કમિશનર દ્વારા નામંજૂર

એન.એની ૧૫ ફાઇલ વિકાસ કમિશનર દ્વારા નામંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ દ્વારા જાન્યુઆરી માસમાં જમીન એન.એ કરવાના ૧૫ કેસ મંજૂર કરવાનો ઠરાવ કરાયો હતો. તે ઠરાવને વિકાસ કમિશનર દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો. તેનાં કારણે સત્તાધારી કોંગ્રેસનાં સભ્યો સહિતના આગેવાનોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.
આ અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ કારોબારીની બેઠક મળી હતી. તેમાં મહેસુલી કાયદો ૧૮૭૯ની કલમ ૬૫ હેઠળ બિનખેતીના કેસોમાં નિર્ણય કરવા બાબતે ઠરાવ કરાયો હતો. તેમાં જિલ્લાના ૪ તાલુકાના વિવિધ ગામ દેલવાડા, ખડાત, ડીંગુચા, રખિયાલ, લવાડ, કડાદરા, પાલૈયા, ચંદ્રાલા, છત્રાલ, અમરાપુર, બાલવા, ધાનોટ અને સાંપા ગામની અલગ-અલગ સર્વે નંબરવાળી જમીનો બિનખેતીની મંજૂરી માટે ઠરાવ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ચાર તાલુકાઓમાં આ ઠરાવોની ફાઇલો રાજયના વિકાસ કમિશનરને મંજૂરી માટે મોકલી આપવામાં આવી હતી. લોક સભાની સામાન્ય ચૂંટણીની આચાર સંહિતા પુરી થયા બાદ ૨૨ મેના રોજ વિકાસ કમિશનરની કચેરી દ્વારા પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામા, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૨૪૯ (૫)ના આધારે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ કરેલો એન.એના ૧૫ કેસનો ઠરાવ નં-૧૪૨-(૨) કાયમી પ્રતિષેધ કરવામાં આવ્યો હતો.
આ અંગે તેમાં જણાવાયુ છે કે કારોબારી સમિતિના ઠરાવના કેસોને વ્યકિતગત ધોરણે મહેસુ વિભાગના તા.૧-૭-૨૦૦૮ના ઠરાવ અનવયે દરેક કેસના ગુણદોષના આધારે વિચારણા કરી નિર્ણય કરવા હૂકમ કરવામાં આવે છે.
આ હૂકમની નકલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અઘ્ય ા અને ડીડીઓને મોકલી આપવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે આ ઠરાવ પસાર થયા બાદ થોડા સમય પછી કારોબારી સમિતિ પાસેથી એન.એ કરવાની સત્તાઓ કારોબારી સમિતિ પાસેથી પરત લઇને પ્રમુખ હસ્તક લેવામાં આવી હતી. જો કે આ નિર્ણય પણ ખોટો ઠર્યોહોવાનું જાણવા મળ્યું હતું. હવે બીજા ઠરાવો પસાર કરવા નિર્ણયો લેવાશે.