• Gujarati News
  • ચ ૦ સર્કલ પર ટ્રાફિક પોલીસે ૩ કલાકમાં ૨૬ હજારનો દંડ વસૂલ્યો

ચ-૦ સર્કલ પર ટ્રાફિક પોલીસે ૩ કલાકમાં ૨૬ હજારનો દંડ વસૂલ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા ગુરૂવારે શહેરનાં ચ-૦ સર્કલ પાસે ૨૫ જેટલા ટ્રાફિક જવાનો સાથે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩ કલાકમાં ૪૧૬ જેટલા વાહન ચાલકો પાસેથી કુલ મળી રૂ. ૨૬,૪૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી આગળનાં દિવસોમાં પણ ચાલુ રહેશે.
ગાંધીગનર જિલ્લાનાં માર્ગોપર વધતી જતી ટ્રાફિકનાં સમસ્યા તથા અકસ્માતોની વધતી સંખ્યા પાછળ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં ખાસ કરીને પાટનગરનનાં વાહન ચાલકો ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરવામાં અવલ્લ રાા છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છાશવારે શહેરનાં મુખ્ય માર્ગોપર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને ટ્રાફિકનાં પાઠ ભણાવતી રહે છે. જે અંતર્ગત ગુરૂવારે સવારે ૯થી ૧૨ વાગ્યા દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ પીઆઇ વાય આર ગામીતે ટ્રાફિક પોલીસ તથા સેકટર ૭ પોલીસનાં ૨૫ જવાનો સાથે ૪૧૬ જેટલા વાહન ચાલકોને રોકાવીને ટ્રાફિકનાં નિયમોનાં ભંગની સજા રૂપે દંડ વસુલી કરી હતી.
જેમાં સૌથી વધુ ૨૭૫ જેટલા કેસો હેલ્મેટ વગર વાહન ચલાવવાનાં નોધાયા છે. ૧૦૩ કેસ સિટ બેલ્ટ વગર વાહન ચલાવવાનાં,૧૩ કેસો ડાર્ક ફિલ્મ લગાવવાનાં તથા ૧૪ કેસમાં પેસેન્જર વાહનો ામતા કરતા વધારે મુસાફર ભરી જતા હોવાનાં નોંધાયા હતા. આ તમામ ૪૧૬ કેસનાં નિયમ મુજબ વાહન ચાલકોને દંડ કરીને રૂ. ૨૬,૪૦૦નો દંડ વલુસ્યો હતો.