• Gujarati News
  • ગરમીએ ૬૧૦ લોકોને દવાખાના ભેગા કર્યા

ગરમીએ ૬૧૦ લોકોને દવાખાના ભેગા કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા સહિત રાજયનાં જિલ્લાઓમાં વરસી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર નાગરીકોનાં સ્વાસ્થય પર જોવા મળી છે. ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ જીવીકે ઇમરીજન્સી મેનેજમેન્ટ એન્ડ રીચર્સ ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રાપ્ત આંકડાનુંસાર છેલ્લા બે માસમાં રાજયમાં ૨૬૦૦૦ લોકોને ગરમીનાં કારણે નાની મોટી બિમારીનાંપગલે સારવાર લેવાની ફરજ પડી છે. જયારે ગાંધીનગર જિલ્લા ૬૧૦ લોકોને સારવાર લેવાની ફરજ પડી છે.
ઉનાળાનાં પગલે પડી રહેલા ગરમીનાં કારણે રાજયભરમાં નાગરીકોની હાલત કફોડી બની ગઇ છે. જેમાં ખાસ કરીને ગાંધીનગર જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી ૪૨ ડીગ્રીની આસપાસ પહોચતા જીવ સૃષ્ટિ પર તેની સીધી અસર પડી રહી છે. ગરમીનાં કારણે સનસ્ટ્રોક, ઝાળા-ઉલ્ટી, તાવ, ફુડ પોઇઝનીંગ તથા ગેસ જેવી સમસ્યાઓ વધી જવા પામી છે. ૧૦૮ જીવીકે ઇમરીનાં ગુજરાતનાં કન્વીનર કાર્તીકભાઇ મહેતાનાં જણાવ્યાનુંસાર ગરમીનાં કારણે બિમારીઓનું પ્રમાણ વધતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની કામગીરી પણ વધી ગઇ છે. રાજયભરમાં ગત માસ એપ્રિલ તથા મે માસ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને મળેલા કોલમાંથી ૨૬૦૦૦ જેટલા કેસોમાં ગરમીનાં કારણે સારવાર માટે લઇ જવાનાં કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં પણ ગરમીનાં કારણે બિમાર થવાનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. જેમાં ગત એપ્રિલ માસમાં ૨૯૦ નાગરીકો તથા ચાલુ મે સામમાં ૩૧૭ જેટલા નાગરીકોને ગરમીની અસરથી જુદી જુદી બિમારી લાગુ પડતા ૧૦૮ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ આંકડા માત્ર ૧૦૮ ઇમરજન્સી સેવાએ હેન્ડલ કરેલા કેસોની છે. જયારે હકીકતે ગરમીએ તેનાથી પણ વધુ લોકોને અસર કરી હોવાની શકયતા છે.
દિવસભર ગરમીના અસા પ્રકોપ બાદ સાંજે વાતાવરણ પલટાયું
ગાંધીનગર શહેરમાં આજે આખો દિવસ ગરમીએ કાળો કેર વર્તાવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. ગરમીનો મહત્તમ પારો ૧.૦૨ ડિગ્રીના વધારા સાથે ૪૩.૫ ડિગ્રીએ પહોંચતાં જ લોકો બેબાંકળા થઇ ગયાં હતાં. અચાનક સાંજ પડતાંની સાથે આકાશમાં વાદળા ધેરાઇ આવ્યા હતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી.