• Gujarati News
  • મહાપાલિકાએ ૧ વર્ષે પણ દરેક ઘરે મફત ડસ્ટબિન આપ્યા નહીં

મહાપાલિકાએ ૧ વર્ષે પણ દરેક ઘરે મફત ડસ્ટબિન આપ્યા નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરને સ્વરછ અને સુઘડ શહેર બનાવવા અને શહેરને ગંદકી મુકત કરવાના પ્રોજેકટ તરીકે દરેક સેકટર અને એકે એક ગામમાં ખુણે ખુણેથી કચરો કાઢવા સઘન સફાઇ અભિયાન ચાલાવાયા બાદ આ વિસ્તારના દરેક ઘરે મનપા તરફથી મફતમાં ડસ્ટબિન આપીને રહેવાસીઓના ઘરનો કચરો તેમાં જ નાખવા અને તેના દરરોજ નિકાલની વ્યવસ્થા કરવાની ગુલબાંગો ફૂંકવામાં આવ્યા ના એક વર્ષ બાદ પણ આવી કોઇ વ્યવસ્થા થઇ નથી.
ગાંધીનગરને દુનિયાનું સૌથી સ્વરછ શહેર બનાવવાની વાત તો મુખ્યમંત્રીએ ત્રણ વર્ષ પહેલાં કરી હતી. તે સમયે ગાંધીનગરમાં મહાપાલિકાનો જન્મ થયો ન હતો અને જવાબદાર તંત્રોના અધિકારીઓએ રાબેતા મુજબ મુખ્યમંત્રીની વાતે હા ભણી દીધાં પછી કંઇ ઉકાળ્યું ન હતું. ત્યાર બાદ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ગત વર્ષે આ પડકાર ઉઠાવ્યો હતો. પરંતુ આ વાતનું રાબેતા મુજબ જ સૂરસૂરિયું થઇ ગયું છે.
એક વર્ષ પહેલાં સઘન સફાઇ અભિયાનના સંર્દભે મનપા વિસ્તારને ચાર ઝોનમાં વહેંચી દેવાયું હતું. સેકટર-૧થી ૧૦, સેકટર-૧૧થી ૨૦, સેકટર-૨૧થી ૩૦ અને શહેરી ગામો. આ ચાર ઝોન પૈકી પ્રથમ તબક્કે સેકટર-૨, સેકટર-૧૩, સેકટર-૩૦ અને પાલજ ગામથી કામની શરૂઆત કરવામાં આવનાર હતી. સઘન સફાઇ અભિયાનમાં શહેરની તમામ સ્વૈરિછક સંસ્થાઓને પણ જોડીને ઘણી કામગીરી કરવામાં આવ્યા પછી તંત્ર પાણીમાં બેસી ગયું હતું.
ગંદકીના નામે તણખલુ પણ દુર કરવામાં આવ્યા પછી આ વિસ્તારમાં વિના મૂલ્યે ડસ્ટ બિન આપવાની યોજના હાથ ધરવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેના ભાગરૂપે મહાપાલિકાનાં પદાધિકારીઓ તથા શહેરના આગેવાનો સેકટરોમાં ફરીને ઘરનો કચરો બહાર નહીં ફેંકવાની અપિલ કરવા શેરી અને મહોલ્લાઓમાં ફરીને શહેરને ગંદકી મુકત રાખવાની અપિલ પણ કરી હતી.
દાયકાથી સુપ્રીમ કોટર્ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન
દેશની સર્વોરચ અદાલતે પર્યાવરણની જાળવણી અને ગંદકી-પ્રદૂષણની હાનિકર્તા અસરોનાં સંર્દભે એક દશકા પહેલા કચરાનાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે માર્ગદર્શીકા બહાર પાડી છે. રાજયના પાટનગરમાં જ એક દશકાથી સુપ્રીમ કોટર્ની આદેશાત્મક માર્ગદર્શીકાનું સરા જાહેર ઉલ્લંઘન થતું રાું છે. ત્યારે મહાપાલિકા આ મામલે કયારે ગંભીર બનશે તે આવનારો સમય જ કહેશે.
ગંદકી ફેલાવનાર પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય
સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું કે, શહેર આખાને તે જમીન વન વિભાગની છે કે માર્ગ અને મકાન વિભાગની છે. તેવા કોઇ વિવાદમાં પડયા વગર સાફ સુથરૂ કરવામ