• Gujarati News
  • પાટનગરમાં ચોમાસું બેસી ગયા પછી દબાણો હટાવી શકાશે નહીં

પાટનગરમાં ચોમાસું બેસી ગયા પછી દબાણો હટાવી શકાશે નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાં મુખ્ય માર્ગોપર અને જાહેર સ્થળો પર ઘણા સમયથી દબાણો દૂર કરવા માટે કોઇ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ નથી. હવે ચૂંટણી સંબંધી જવાબદારી પણ રહી નથી છતાં દબાણો હટાવવા કોઇ એકશન પ્લાન તૈયાર કરાયો નથી. દબાણો હટાવવા તંત્રો પાસે ખૂબ ટુંકો સમય બાકી હોવા છતાં કોઇ સળવળાટ નથી. રાજય સરકારની જોગવાઇ મુજબ ચોમાસુ બેસી ગયા પછી રહેણાંક હેતુના દબાણો હટાવી શકાશે નહીં. તેથી પાટનગરમાં દબાણોની સંખ્યા વ્યાપક બની જશે.
દબાણો સામે ઠોસ પગલાં ભરવામાં જિલ્લા વહીવટી તંત્ર કે પાટનગર યોજના વિભાગ ઉપરાંત વન વિભાગને આજ સુધી સફળતા મળી નથી. વર્ષોપહેલાં તંત્રે ઉરચ ક ાાએથી થયેલા આદેશોના પગલે તમામ સેકટરોમાં, જાહેર સ્થળો અને મુખ્યમાર્ગોપર ફરી વળીને તમામ પ્રકારના દબાણો દૂર કર્યા હતાં. પરંતુ તે પછી નવા દબાણો અટકાવવા કોઇ તંત્ર ગોઠવાયું નહીં અને મંત્રી-અધિકારીઓ બદલાઇ ગયા પછી શહેરને દબાણમુકત કરવાની વાત વિસરાઇ જતાં આ સમસ્યા ઉકેલાવાના બદલે વકરી ગઇ છે.
અગાઉ દિવાળીના તહેવારો દરમિયાન મંદિરો તોડી પાડયાં ત્યારે આ કામગીરી પાટનગર યોજના વિભાગે કરી હતી અને દબાણ શાખાએ મેજીસ્ટેરીયલ હાજરી આપી હતી. ત્યારબાદ કોઇપણ તંત્ર દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે ઉભા થયેલા અનેકવિધ દબાણો સામે કાર્યવાહી કરાઇ નથી. બીજીબાજુ હવે જો આ દિશામાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મુશ્કેલી વધી જશે કેમ કે ચોમાસુ બેસી ગયા પછી દબાણો ખસેડી શકાતા નથી. રાજય સરકાર દ્વારા આવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ આ વાતથી સારી રીતે વાકેફ હોવા છતાં હજુ સુધી કોઇ આયોજન કરવામાં આવ્યું નથી.
દબાણ શાખાને સજાની જગ્યા કહેવાય છે
ગાંધીનગર જિલ્લા દબાણ શાખાના મામલતદારની સજાની કહેવાતી જગ્યા પર મોટે ભાગે કાયમી અધિકારી હોતા નથી. પરંતુ ગેરકાયદે દબાણો હટાવવાની મહત્વની કામગીરી કરવાની હોવા છતાં આ શાખા પાસે જરૂરી વાહનો અને સાધનો પણ નથી.
દબાણ ખસેડવા સ્ટાફ-સાધનો અપૂરતા
દબાણ શાખા દ્વારા જયારે જરૂર પડે ત્યારે પાટનગર યોજના વિભાગ પાસેથી વાહનો, સાધનો અને સ્ટાફ ઉધાર માગવામાં આવે છે. આ સંજોગોમાં શહેરમાં દબાણો હટાવવાની કામગીરી સ્વાભાવિક જ થઇ શકે તેમ નથી.
૧૫ જૂન પહેલા દબાણ ખસેડવા આદેશ
કલેકટરે બોલાવેલી પ્રિ મોન્સૂન પ્લાનિંગ માટેની બેઠકમાં આગામી તા. ૧૫મી જૂન સુધીમાં ગાંધીનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં થયેલા દબાણો ખસેડી દેવા માટે સંબંધિત તંત્રોન