• Gujarati News
  • સેકટર ૧૪માં ભાઇ બહેન પર લાકડી લઇને ફરી વળ્યો

સેકટર ૧૪માં ભાઇ બહેન પર લાકડી લઇને ફરી વળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાં સેકટર ૧૪માં રહેતી એક મહિલા પર ઉશ્કેરાયેલાં સગ્ગા ભાઇએ લાકડી વડે હુમલો કરતા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ભોગ બનનાર મહિલાએ સિવિલ પોલીસ ચોકીમાં પોતાનાં ભાઇ વિરૂઘ્ધ નિવેદન નોંધાવ્યુ હતુ.
પ્રાપ્ત વિગતોનુંસાર શહેરનાં સેકટર ૧૪માં આવેલા છાપરામાં રહેતા સુશિલાબેન દંતાણી મંગળવારે પોતાનાં ઘરે હતા. ત્યારે ત્યાનાં છાપરામાં રહેતા તેણીનાં માતા રોજનાં ક્રમ પ્રમાણે સુશીલાબેનનાં ઘરે આવ્યા હતા. જયાં માતાએ ઝઘડો કરતા સુશીલાબેને તેઓને ઉંમર પ્રમાણે આવો સ્વભાવ ન રાખવા સમજાવી શાંત કરવાનો પ્રયત્ન કર્યોહતો. પરંતુ આ બનાવની જાણ સુશીલાબેનનાં ભાઇને જાણ થતા તેમણે સુશીલાબેનનાં ઘરે જઇને ઉશ્કેરાઇ જઇને લાકડી વડે હુમલો કરતા સુશીલાબેનને હાથ તથા પગમાં ઇજાઓ થઇ પહોચી હતી. જેના પગલે સુશીલાબેનને ગાંધીગનર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુશીલાબેને સિવિલ પોલીસ ચોકીમાં પોતાના ભાઇ વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. જો કે કોઇ કારણોસર આ ફરીયાદ પોલીસ સ્ટેશન સુધી પહોચી નહોતી.