• Gujarati News
  • ઉનાવાની ભાગોળેથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ પકડાયો

ઉનાવાની ભાગોળેથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાનાં ઉનાવા ગામની સીમમાં ગામનો એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી પેથાપુર પોલીસને મળતા પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો હતો. ગાંધીગનર તાલુકાનાં ઉનાવા ગામે રહેતો ઇસમ કનુજી જવાનજી ઠાકોર વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી સીનીયર પીએસઆઇ ડી બી વાળાને મળી હતી. બાતમીનાં આધારે પીએસઆઇ વાળાએ હેડ કોનસ્ટેબલ નરેન્દ્રભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઇ તથા વિજયભાઇને સાથે રાખીને બુધવારની સાંજે 6 વાગ્યાના સુમારે દરોડો પાડીને કનુજી ઉનાવાની ભાગોળેથી વરલી મટકાની ચિઠ્ઠીઓ તથા રૂ. 12 હજારની રોકડ સાથે ઝડપી લીધો હતો. કનુજી ઠાકોર સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.