• Gujarati News
  • રાજ્યમાં પ્રથમ: સગર્ભાઓને કઠોળ આપવાની યોજનાનો પ્રારંભ કરાયો

રાજ્યમાં પ્રથમ: સગર્ભાઓને કઠોળ આપવાની યોજનાનો પ્રારંભ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાંપ્રથમવાર સગર્ભા બહેનોમાં હિમોગ્લોબીનની માત્રા યોગ્ય જાળવાઇ રહે તેવા આશયથી તેમને કઠોળ આપવાની યોજનાનો આરંભ ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં કરાયો છે. મેયર મહેન્દ્રસિંહ રાણા, કમિશનર જી આર ચૌઘરી તથા સ્ટેહન્ડિંગ કમિટીના ચેરમેન આશિષ દવેની ઉપસ્થિતિમાં નવતર પહેલ રૂપે યોજના શરૂ કરાઇ છે. યોજનાથી મહાપાલિકા વિસ્તાોરમાં પ્રસૂતિ દરમ્યાન માતા અને બાળ મરણનું પ્રમાણ ઘટશે. યોજના પાછળ અંદાજે ~ 35 લાખનો ખર્ચ થશે, તેમ મેડિકલ ઓફિસર દિનેશ બારોટે જણાવ્યું હતું.

કઠોળ યોજનાની માહિતી આપતાં મેડિકલ ઓફિસરે કહ્યું કે, યોજના અંતર્ગત પ્રથમ ત્રણ માસ દરમ્યાન સગર્ભા માતાઓની વહેલી નોંઘણીથી લઇ તેમના બાળકોના સંપૂર્ણ રસીકરણ સમય દરમ્યાન તેમને પોષણક્ષમ પ્રોત્સાહન માટે 1 કિલો કઠોળ આપવામાં આવશે. જેનાથી માતા અને બાળકની તદુરસ્તીમ જાળવાઇ રહેશે. પોષણના અભાવથી 1 હજાર બાળકોમાંથી 47 બાળકો જે પ્રથમ વર્ષગાંઠ ઉજવી શક્તા હતા. પરંતુ હવે આંકડો ઘટીને 36નો થયો છે. તેમજ માતાઓનો મરણ આંક 147થી ઘટીને 112 આવી ગયો છે.

પોષણના અભાવ હોવાથી બાળક ઓછા વજનવાળું જન્મે છે તેમજ બાળકની પ્રસુતિ ઘરે થવાના કિસ્સામાં માતા અને બાળ મરણનું પ્રમાણ વધે છે. આવી પરિસ્થિાતિમાં સગર્ભા બહેનોને પ્રોટીનની માત્રા વધુ મળી રહે તો તેનામાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે અને પ્રસુતિ દવાખાનામાં થાય તેવા આશયથી કઠોળની યોજના અમલી બનાવી છે. તેમ ર્ડા. શ્રધ્ધા રાજપૂતે જણાવ્યું હતું.

શહેરમાં 15 સ્લમ એરિયામાં 45 હજારની વસતી

શહેરમાં15જેટલા સ્થળોએ સ્લીમ વિસ્તાીરમાં અંદાજે ૪૫ હજાર વ્યક્તિઓ રહે છે. તેમને યોગ્ય આરોગ્ય સુવિધા મળી રહે તે વાતને મહાપાલિકાએ પ્રાધાન્ય આપ્યું છે. મહાપાલિકા વિસ્તા રમાં 12 દવાખાના ઉપરાંત જુના અને નવા સચિવાલયમાં દવાખાના કાર્યરત છે. તે ઉપરાંત તાજેતરમાં સેકટર 2, 24, 29 અને પાલજ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરાયાં છે. નવા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા પાછળ ગરીબ આવાસોને પ્રથમ ધ્યાને રખાયા છે.