• Gujarati News
  • વિદેશી દારૂની 19 બોટલ તથા 6.87 લાખની રોકડ સાથે યુવકની ધરપકડ

વિદેશી દારૂની 19 બોટલ તથા 6.87 લાખની રોકડ સાથે યુવકની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનાંસેકટર 21માં જીમખાના પાસેથી પોલીસે હરીયાણાનાં શખ્સને કારમાંથી 17 નંગ વિદેશી દારૂની બોટલો સાથે બુધવારની સાંજે ઝડપી લીધો હતો. પોલીસે તેનાં નિવાસ સ્થાન તપાસ કરતા રૂ. 6.87 લાખની રોકડ તથા દારૂની વધુ બે બોટલો મળી આવી હતી. પોલીસે રોકડ તથા દારૂ જપ્ત કરી એક દિવસનાં રીમાન્ડ મેળવી શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે.

સેકટર 21 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર 21નાં જીમખાના વિસ્તારમાં પાર્ક કાર નં જીજે 6 કેએચ 8101માં વિદેશી દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીનાં આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોચી જઇને કરણસિંહ મુખત્યારસિંગ ચૌધરી (હાલ રહે સેકટર 20, મુળ વતન હરીયાણા)ને ઝડપી લઇને કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 17 બોટલો મળી આવી હતી. જેનાં પગલે પોલીસે યુવક કરણસિંગને તેના નિવાસ સ્થાને લઇ જઇને તલાસી લેતા વધુ બે દારૂની બોટલો તથા રૂ. 6.87 લાખની રોકડ રકમ મળી આવી હતી. જેના પગલે પોલીસે 19 બોટલ દારૂ, રૂ. 1 લાખની કિંમતની કાર તથા રૂ. 6.87 લાખની રોકડ સહિત કુલ મળી રૂ. 7,95,200ની કિંતમનો મુદામાલ જપ્ત કરી આરોપી કરણસિંગ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.

ઘટનામાં તપાસ કરી રહેલા પીએસઆઇ વી પી સોલંકીએ વધુ પુછપરછ માટે કરણસિંગને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા શુક્રવાર સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. જેના પગલે પોલીસે રકમ કયાંથી આવી તે અંગે કરણસિંહની વધુ પુછપરછ હાથ ધરી છે.

આરોપી અગાઉ પણ દારૂનાં કેસમાં પકડાઇ ચૂક્યો છે

પોલીસસુત્રોપાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર કરણસિંગ ગુજરાતમાં દારૂ ઘુસાડી દારૂનું વેચાણ કરતો બુટલેગર છે. અગાઉ પણ તેમની કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે પકડાઇ ચુક્યો છે. ત્યારે હવે શખ્સ દ્વારા દારૂ કઇ રીતે મંગાવવામાં આવે છે તથા કયાં વેચવામાં આવે છે તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરી છે.