• Gujarati News
  • ગિરના ખેડૂતો ઓર્ગેનિક કેસર વેચવા ગાંધીનગરમાં ઊમટયા

ગિરના ખેડૂતો ઓર્ગેનિક કેસર વેચવા ગાંધીનગરમાં ઊમટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્બાઇડ વગરની આર્ગેનિક કેસર કેરીનું વેચાણ કરવા તાલાલા ગિરના ખેડૂતોએ ગાંધીનગરમાં ધામાં નાંખ્યા છે. રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા કષિભવન ખાતે વેચાણ વ્યવસ્થાની સુવિધા આપવામાં આવી છે. તેનાં કારણે ગિરના ૧૪ ખેડૂતોનાં પરિવારોમાં ખુશીની લાગણી પ્રવર્તે છે.
ઉનાળામાં આરોગ્ય માટે કેરીને ઉત્તમ ફળ માનવામાં આવે છે. તેમાંએ ગુજરાતી પરિવારોમાં કેસર કેરી અતિ પ્રિય ફળ છે. સુખી-સંપન્ના અને ગરીબ તથા મઘ્યમ વર્ગના પરિવારો પણ ઉનાળામાં કેરીનો સ્વાદ ચાખવાનું છોડતા નથી.
ઉનાળામાં કેરીના રસ વગર એક દિવસ પણ ન ચાલે તેવા કેરી રસીયાઓનાં આરોગ્યને હાનિકારક કાર્બાઇડ યુકત કેરીનું જિલ્લાલમાં ધૂમ વેચાણ થઇ રાું છે.
કેટલાક વેપારીઓ પ્રજાના આરોગ્યની પરવા કર્યા વગર ધંધામાં જંગી નફો કરી રાાં છે. ત્યારે ગાંધીનગરની પ્રજાને કાર્બાડ વગરની ઓર્ગેનિક કેરી બજાર કરતાં વ્યાજબી ભાવે મળી રહે અને પોતાને પોષણ ામ ભાવ મળે તેવા આશયથી તાલાલા ગિરના ૧૪ ખેડૂતો તેમના બગીચામાંની કેસરને ગાંધીનગરમાં સીધી લાવીને વેચી રાાં છે.
રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા કષિભવન ખાતે વેચાણ વ્યવસ્થાની સુવિધા આપવામાં આવતાં કેસર કેરીનું વેચાણ કરવા આવેલા તાલાલા ગિરના ખેડૂતો.-નરેન પંચાલ
મોટા શહેરોમાં સીધા વેચાણ માટે સરકાર પાસે મદદ
ગિરનાં ધાવા ગામે કેસરનો બગીચો ધરાવતાં ખેડૂત ધીરૂભાઇ પટેલે કાું કે મોટા શહેરોમાં અમે સીધુ વેચાણ કરી શકીએ તેવી વ્યવસ્થા કરવા રાજય સરકાર સમ ા અમે માગણી કરી છે. જો આવી વ્યવસ્થા થાય તો ગિરના ખેડૂતો થોડા વર્ષોમાં આર્થિક રીતે સઘ્ધર થઇ શકીએ. હાલમાં અમારો તમામ નફો મોટા વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજ ધરાવનારાઓ લઇ જાય છે.
કેરી પકવવા કાર્બાઇડનો ઉપયોગ નહી
મોરૂકા ગામનાં અરવિંદભાઇ વેકરિયાએ જણાવ્યું કે બજાર કરતાં અમે વ્યાજબી ભાવે વેચાણ કરીએ છીએ અને તેમાંએ ગ્રાહકને પેટીની તમામ કેરી પસંદ કરવાની તક આપીએ છીએ. આ ઉપરાંત અમે કાર્બાઇડનો ઉપયોગ કરતા નથી.
રોજ રૂ.૨ લાખની કેરીનું વેચાણ
કેરીનું વેચાણ કરવા આવેલી એક ખેડૂત પુત્રીએ જણાવ્યું કે ૨૪મેથી અમે વેચાણ કરવા આવ્યા છીએ. હાલમાં રોજની રૂ.૨ લાખથી વધુની કેરીનું વેચાણ થઇ રાું છે. આર્ગેનિક અને કાર્બાડ વગરની અને વ્યાજબી ભાવ હોવાથી પ અને ૧૦ કિલો કેરીની પેટીનું ધૂમ વેચાણ થઇ રાું છે.