• Gujarati News
  • કોબા ગુડા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે રજૂઆત

કોબા ગુડા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાનાં કોબા વિસ્તારમાં ગુડા દ્રારા તૈયાર કરવામાં આવી રહેલી ટી.પી સ્કીમ નંબર 1,2,3,20 તથા 21ને લઇને ગુડાનાં ચેરમેન આશિષભાઇ દવે તથા ધારાસભ્ય શંભુજી ઠાકોરની હાજરીમાં કોબા ગામે રામજી મંદિર ધર્મશાળા ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્કીમની અમલવારી સાથે સાથે માળખાગત સુવિધાઓ વહેલીતકે ઉભી કરવા રજુઆત કરવામાં આવી હતી.

કોબા વિસ્તારમાં ગુડા દ્રારા આશરે 15 વર્ષ પહેલી ટી.પી. સ્કીમો અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટો, પાકા માર્ગે જેવી માળખાકીય સુવિધાઓ યોગ્ય પ્રમાણમાં ઉભી કરી શકાય નથી. બાબતને લઇને ગત રવિવારે ગુડાનાં ચેરમેન આશિષભાઇ દવે તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનાં ધારાસભ્ય શંભુજી ઠાકોરની હાજરીમાં ગ્રામજનો તથા જમીન માલીકો સાથે કોબામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. બેઠકમાં નાગરીકો વતી કોબાનાં સરપંચ યોગેશભાઇ નાયીએ રજુઆત કરી હતી કે ટી.પી સ્કીમનાં પ્રશ્નો તેમજ માળખાગત સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થાય તેમજ મોડેલ ટીપી સ્કીમ બને અને ખેડુતોને તેમની જમીનો ફાઇનલ પ્લોટ ફાવવામાં અન્યાય થાય.

ગ્રામજનો તથા જમીન માલીકો પણ સરકારને વિકાસની દિશામાં સહકાર આપવા તૈયાર છે. સાથે સાથે સરપંચ યોગેશભાઇ દ્વારા ગુડાનાં પુર્વ ચેરમેન અશોકભાઇ ભાવસાર, સરખેજનાં પુર્વ ધારાસભ્ય અમિત શાહનાં કોબાનાં વિકાસના પ્રયાસને બિરદાવી કોબા આદર્શ ગામ બને તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી. ગુડાનાં ચેરમેન આશિષભાઇએ ગ્રામજનોની રજુઆત સાંભળી તમામ માળખાકીય સુવિધાઓ વહેલી તકે ઉભી કરવાની બાંહેધરી આપી હતી.

સુવિધાનો અભાવ