• Gujarati News
  • પાટનગરમાં ડીઝાયર ઇન્ફ્રા.ના બિલ્ડરની ઓટોમેટિક રીવોલ્વોર સાથે ધરપકડ

પાટનગરમાં ડીઝાયર ઇન્ફ્રા.ના બિલ્ડરની ઓટોમેટિક રીવોલ્વોર સાથે ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાંલેકાવાડા સહિતનાં વિસ્તારોમાં રેસીડેન્સી સ્કિમો મુકનાર ડીઝાયર ઇન્ફ્રાસ્ટ્રકટરનાં બિલ્ડર સુરજ પાંડે સામે એક બાદ એક ફરીયાદો નોંધાઇ રહી છે. ત્યારે ચિલોડા પાસેનાં શિહોલી ગામની સીમમાં રહેતાનાં પોતાનાં પુર્વ કર્મચારીના ઘરે માણસો સાથે રીવોલ્વર સાથે ધસી જઇને ધમાલ મચાવતા ચિલોડા પોલીસે બિલ્ડર સુરજ પાંડેની ઓટોમેટીક રીવોલ્વોર સાથે ધરપકડ કરી છે. જયારે બિલ્ડર સાથેનાં 3 માણસો ફરાર થઇ જતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

ડીઝાયર ઇન્ફ્રાસ્ટ્રકટરનાં માલીક સુરજ પાંડે સામે ગત વર્ષ અપરહણની તથા તાજેતરમાં રૂ. 11.96 લાખની છેતરપીડીની ફરીયાદ નોંધાયા બાદ વધુ એક ફરીયાદ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર તાલુકાનાં શિહોલીની સીમમાં રહેતા યોગેશ્વર ફાર્મમાં રહેતા કિરણકુમાર રામલાલ શાહ ડીઝાયર ઇન્ફ્રાસ્ટ્રકચર જનરલ મેનેજર તરીકે બિલ્ડર સુરજ ચંદ્રકાંત પાડે સાથે જુન 2013થી કામ કરતા હતા. દરમિયાન ગત તા 5મી એપ્રિલથી કિરણભાઇએ કોઇ કારણોસર નોકરી છોડી દીધી હતી. કિરણભાઇએ નોકરી છોડી દીધા બાદ બિલ્ડર સુરજ પાંડે કિરણભાઇને ફોન કરી વાઉચર પર સહિઓ કરી જવા ફોન કરીને બોલાવતો હતો. પરંતુ કિરણભાઇએ જણાવ્યુ હતુ કે હું હતો ત્યાં સુધીનાં બધા વાઉચરમાં સહિઓ કરી દીધી છે. મને પગમાં વાગ્યુ હોવાથી આવી શકુ તેમ પણ નથી.

દરમિયાન બુધવારે સવારે કિરણભાઇ પોતાનાં ઘરે હતા ત્યારે બિલ્ડર સુરજ પાંડે સાથે કામ કરતા બે માણસો મહેશ રામી અને વિકાસસિંગ કિરણભાઇને ત્યાં પહોચી ગયા હતા. જેઓએ કિરણભાઇ ઘરે હોવાનું સુરજ પાંડેને ફોન પર જણાવતા સુરજ પાંડે તથા ધનંજય પાંડે કિરણભાઇનાં ઘરે પહોચી ગયા હતા. સુરજ પાંડેએ કિરણભાઇનાં ઘરમાં ઘુસી જઇને ઓફિસે કેમ આવતો નથી કહીને ગાળાગાળી કરવાનું ચાલુ કરી દઇને કિરણભાઇની ફેટ પકડી લીધી હતી. કિરણભાઇનાં સંબંધી શૈલેષભાઇ વચ્ચે પડતા તેમને વચ્ચે બોલવાની ના પાડી દઇને પોતાનું ગેરવર્તન ચાલુ રાખતા કિરણભાઇનાં પત્નિ વચ્ચે પડ્યા હતા. સુરજ પાંડેએ તેણી ધક્કો મારીને હડસેલીને પોતાની સાથે લાવેલી ઓટોમેટીર રીવોલ્વોર કાઢીને ધમકાવવાનાં ચાલુ કરી દીધું. સુરજ પાંડેનાં હાથમાં રીવોલ્વોર જોઇને કિરણભાઇનાં સંબંધી શૈલેષભાઇ તથા જગદીશભાઇ આગળ આવતા સુરજ પાડે તેમની સાથે આવેલા માણસો સાથે રીવોલ્વોર લઇને નાસવા લાગ્યો હતો. પરંતુ બહાર એકઠા થઇ ગયેલા લોકોએ સુરજ પાંડેને પકડી લીધેલો હતો.

જયારે તેમની સાથે આવેલા મહેશ રામી, ધનંજય પાંડે તથા વિકાસસિંગ નામનાં ઇસમો નાસી ગયા હતા. કિરણભાઇએ પોલીસ સમક્ષ નોંધાવ્યુ હતુ કે સુરજ પાંડેની ફોગ્સ વેગન કારમાં હોકી તથા બેઝબોલ જેવા હથીયારો પણ હતા. કિરણભાઇએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા આઇપીસી કલમ વિવિધ કલોમો તથા આર્મસ એક્ટની કલમ 25(1) હેઠળ ગુનો દાખલ કરી મહિલા પીએસઆઇ એસ જી મકવાણાને તપાસ સોપવામાં આવી છે.

પૂર્વ કર્મચારીના ઘરે રિવોલ્વર બતાવી ધમકી આપનાર બિલ્ડર સુરજ પાંડે પાસેથી પકડાયેલી 9 રાઉન્ડની ઓટોમેટીક પીસ્તોલ તથા બિલ્ડરની ફોક્સવેગન કાર પણ પોલીસે કબજે લીધેલી હતી. / કલ્પેશભટ્ટ

બિલ્ડર પાસેથીમળેલી રીવોલ્વોરને લઇને ચિલોડા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન સી ભરવાડે જણાવ્યુ હતું કે રીવોલ્વોર લોડેડ હતી કે ખાલી હતી તેની મને જાણ નથી. એફએસએલમાં મોકલી અપાઇ છે. એફએસએલનાં રીપોર્ટ બાદ હકીકત જાણવા મળશે.

રીવોલ્વોર FSLમાં મોકલાઇ છે : પીઆઇ