• Gujarati News
  • વાદળા છવાતાં અસહ્ય બફારાથી શહેરીજનો તાેબા પોકારી ગયાં

વાદળા છવાતાં અસહ્ય બફારાથી શહેરીજનો તાેબા પોકારી ગયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાએક અઠવાડિયાથી ગાંધીનગર શહેરનાં વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધ-ઘટ થઇ રહી છે. તેમાંએ આજે વધુ એક વખત 50 ટકા આકાશ વાદળાથી ઘેરાઇ જતાં દિવસ દરમિયાન અસહ્ય બફારો અનુભવાયો હતો. એક તરફ અસહ્ય ગરમી અને બીજી તરફ બાફ વધતાં શહેરીજનો ઉકળાટથી તોબા પોકારી ગયાં હતાં.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં અઠવાડિયાથી બેવડી ઋુતુનો અહેસાસ થવા લાગ્યો છે. ગાંધીનગર શહેરમાં ચાલુ વર્ષે ચૈત્રના આરંભે ગરમીનો મહત્તમ પારો 23મી માર્ચે 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. તે પછીના દિવસોમાં મોડી રાત્રે અને પરોઢિયે ઠંડી અને દિવસે ગરમી લાગતાં બેવડુ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. તેમાએ ક્યારેક વાદળા ઘેરાઇ જાય છે તો ક્યારેક આકાશ ચોખ્ખુ થઇ જતાં ગરમીનો પારો ઉચકાય છે. આમ બેવડી ઋતુથી લોકોના આરોગ્ય ઉભર માઠી અસર વર્તાઇ રહી છે.

સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા અનુસાર આજે ગાંધીનગર શહેમાં મહત્તમ તાપમાનનો પારો 37.8 ડિગ્રી નોંધાયો હતો. જે ગઇ કાલ કરતાં ઉંચુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય 23.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે વધીને 52 ટકા અને સાંજે 5 વાગ્યે ગઇ કાલ કરતાં ઉંચુ 30 ટકા જોવા મળ્યું હતું. તેમજ 50 ટકા આકાશ વાદળાથી ઘેરાયુ છે.

ગાંધીનગર શહેરમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. તેના કારણે મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર અનુભવાઇ રહ્યું છે. તેની માઠી અસર અસ્થમાના દર્દીઓને થઇ રહી છે. જ્યારે દિવસના સમયે ગરમીનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે. ભર બપોરે તો ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે આજે સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતાં. તેના કારણે બફારો વધતાં ભારે અકળામણ અનુભવાઇ હતી.