• Gujarati News
  • રાયપુરની સીમમાં બોરકૂવાનું તાળું તોડી કેબલ સ્ટાર્ટરની ચોરી

રાયપુરની સીમમાં બોરકૂવાનું તાળું તોડી કેબલ-સ્ટાર્ટરની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાનાં રાયપુર ગામની સીમમાં આવેલા એક બોરકુવા પર મંગળવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો બોરકાવાની ઓરડીનાં દરવાજાનો નકુચો તોડી કેબલ, સ્ટાર્ટર તથા મિટર ચોરી ગયા હતા. બોરકુવાનાં માલિક ઘનશ્યામભાઇએ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાનાં પુર્વ વિસ્તારનાં ગામડાઓમાં ગત સમયમાં ખેતરોમાંથી કેબલ ચોરીની ઘટનાઓ વધી ગયા બાદ ફરી તસ્કરોએ દેખા દીધા છે. ડભોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર રાયપુર ગામની સીમમાં ધનશ્યામભાઇ ગોવિંદભાઇ પટેલનું ફાર્મ હાઉસ આવેલુ છે. મંગળવારની રાત્રે તસ્કરોએ ધનશ્યામભાઇનાં ફાર્મ હાઉસને નિશાન બનાવી બોરકુવાની ઓરડીનાં દરવાજાનાં નકુચા તોડી રૂ. 2 હજારની કિંતમનો 6એમએમનો 12 મીટર કેબલ, રૂ. 15 હજારની કિંમતનું ઇલેક્ટ્રીક સ્ટાર્ટર તથા રૂ. 450ની કિંમતનું ઇલેકટ્રીક મીટર ઉઠાવી ગયા હતા. ધનશ્યામભાઇએ કુલ મળી. રૂ. 17450નાં મુદામાલની ચોરીની ફરીયાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.