• Gujarati News
  • સ્વાગત હોટેલનાં સંચાલક સામે જાહેરનામાં ભંગની ફરીયાદ

સ્વાગત હોટેલનાં સંચાલક સામે જાહેરનામાં ભંગની ફરીયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાગત હોટેલનાં સંચાલક સામે જાહેરનામાં ભંગની ફરીયાદ

ગાંધીનગર|ગાંધીનગરશહેર તથા જિલ્લામાં જાહેર સ્થળો પર હાઇ ડેફીનેશન સીસીટીવી કેમેરા રાખવાનું જાહેરનામું હોવા છતા કેટલાકં સંચાલકો દ્વારા બેદરકારી સેવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા છાશવારે અચાનક ચેકીંગ હાથ ધરીને આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર એલસીબીએ શહેરનાં સેકટર 16માં ચેકીંગ કરતા સ્વાગત હોટેલનાં મેઇન ગેટ તથા પાર્કિગમાં નિયમ મુજબ કેમેરા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેના પગલે સ્વાગતનાં સંચાલક વિક્રમસિંહ રાજપુરોહીત સા મે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવી હતી.