• Gujarati News
  • {હવામાનમાં અચાનક આવેલા પલ્ટાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ

{હવામાનમાં અચાનક આવેલા પલ્ટાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{હવામાનમાં અચાનક આવેલા પલ્ટાથી ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ

ભાસ્કરન્યૂઝ . ગાંધીનગર

અમદાવાદસિહત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસાદના પગલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આજે બપોર પછી અચાનક વાદળા ઘેરવા લાગ્યા હતાં અને સાંજના સમયે ગાંધીનગરમાં વાદળ ગર્જના થવા લાગી હતી. તેના કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવુ લાગી રહ્યું હતું. પરંતુ ગાંધીનગર શહેરના અમદાવાદ તરફના પૂર્વ વિસ્તારમાં આવેલા કેટલાક ગામમાં સામાન્ય છાંટા પડ્ય હતાં. પ્રકારે એકાએક હવામાનમાં આવેલા પલ્ટાથી માવઠુ થવાની દહેશતથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પમી છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. તેના કારણે આકાશમાં વાદળો ઘેરાઇ રહ્યાં છે. તેની સાથે ભેજનું પ્રમાણ ઉંચુ જવાથી તાપમાનમાં વધારો થયો હતો અને શિયાળો હોવા છતાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. આવી એકધારી પિરિસ્થિતિ વચ્ચે આજે એકાએક વાતાવરણ પલ્ટાતાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શિયાળાની મોસમ હોવા છતાં બે દિવસ અગાઉ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ ઉંચકાયો હતો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચોમાસાની મોસમ જેટલુ 73 ટકા ઉંચુ ગયુ હતું. સૂત્રો જણાવી રહ્યાં છે કે માવઠુ થશે કે વાદળા ફાટશે તે પછી ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો થશે. આમ આગામી દિવસોમાં ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધતુ જશે અને શિયાળો બરાબરનો જામશે.

સ્થાનિક હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે શનિવારે શહેરનું લઘુત્તમ તાપમાન ઘટીને 32.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન પણ 2 ડિગ્રી ઘટીને 22.5 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 68 ટકા અને સાંજે 65 ટકા નોંધાયુ છે. ગઇ કાલે શુક્રવારે શહેરનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 55 ટકા ઉપર ગયુ હતું અને ગુરૂવારે લઘુત્તમ તાપમાન 23 અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયુ હતું.

જિલ્લામાં માવઠાની દહેશત : પૂર્વ વિસ્તારોમાં છાંટા પડ્યાં