• Gujarati News
  • {તસ્કરોએ પોલીસની જીંદગી હેલ્પલાઇનનું બોર્ડ પણ છોડ્યુ

{તસ્કરોએ પોલીસની જીંદગી હેલ્પલાઇનનું બોર્ડ પણ છોડ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{તસ્કરોએ પોલીસની જીંદગી હેલ્પલાઇનનું બોર્ડ પણ છોડ્યુ

ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર

ગાંધીનગરજિલ્લાનાં રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલનાં સાયફન પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટોનાં પોલ પરથી બેટરી, લાઇટ તથા સોલાર પેનલો ચોરાઇ જવાનો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારની મધરાતે ત્રાટકેલા તસ્કરોએ પોલીસ દ્વારા કેનાલ પર લગાવવામાં આવેલું જીંદગી હેલ્પલાઇનનું હોર્ડીંગ પણ છોડ્યુ નહોતું.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાવોનાં પુલો તથા સાયફનો પર રાત્રી દરમિયાન પ્રકાશ પાથરવા સોલાર લાઇટો લગાવવામાં આવી છે. દરમિયાન શુક્રવારની રાત્રે ચોરોની નજર રાયપુર કેનાલ સાયફન પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો પર બગડી હતી. રાયપુરનાં સ્થાનીક સુત્રોનાં જણાવ્યાનુંસાર મધરાતે ત્રાટકેલા તસ્કરો બેથી ત્રણ પોલ પરથી સોલાર પેનલો, લાઇટો તથા બેટરીઓ ચોરીને ફરાર થઇ ગયા હતા. આટલુ નહી પોલીસ દ્વારા આપઘાત રોકવા લગાવવામાં આવેલા લોખંડનાં બોર્ડ પણ ઉખેડી ગયા હતા.

બાબતની જાણ પોલીને થતા પોલીસે સ્થળ નિરીક્ષણ કરી અજાણ્યા ચોરો સામે ગુનો નોંધવાની તાજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અમદાવાદ હાઇવે પર લગાવવામાં આવેલી સોલાર લાઇટોની બેટરીઓ ચોરાઇ જવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. જેના પગલે હજુ પણ કેટલાક પોલ બેટરી વિના માત્ર શોભાનાં ગાઠીયા સમાન ઉભેલા જોવા મળી રહ્યા છે.

રાયપુર કેનાલનાં સાયફન પરથી સોલાર બેટરી-લાઇટોની ચોરી