• Gujarati News
  • નેપાળ જનકપુરીમાં રામકથા રદ થતા પૈસા ગુમાવનાર લોકોમાં રોષ

નેપાળ જનકપુરીમાં રામકથા રદ થતા પૈસા ગુમાવનાર લોકોમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેપાળમાંરામકથાનું આયોજન કરી રાજયમાંથી 1200 જેટલા નાગરીકોને નેપાળ લઇ જવાનાં બહાને પૈસા ઉઘરાવવાનાં કેસમાં લોક વિચાર ટ્રસ્ટ દ્રારા લાખો રૂપીયા પડાવવામાં આવ્યા છે. પ્રવાસ રદનાં કારણે ગાંધીનગર જિલ્લાનાં 50થી વધુ સિનિયર સીટીઝનોએ પૈસા ગુમાવ્યા છે. ત્યારે શુક્રવારે ભોગ બનનાર નાગરીકોએ સેકટર 16માં બેઠક યોજી અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવાનું નક્કી કર્યુ છે.

અમદાવાદનાં લોક વિચાર સેવા ટ્રસ્ટ દ્રારા પડોશી દેશ નેપાળમાં જનકપુર ખાતે રામકથાનું આયોજન કરી રાજયભરમાંથી નાગરીકોને રામકથામાં લઇ જવા પૈસા ઉઘરાવ્યા હતા. જેમાં ગુજરાતમાં 1200 જેટલા નાગરીકોએ કથામા જવા માટે 10 હજારથી 12 હજારની રકમ ભરી હતી. રામકથા માટે નામ નોંધાવનાર મોટા ભાગનાં સિનીયર સીટીઝનો આપેલી તારીખે સો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા. પરંતુ ટીકીટ બુકીંગ થઇ હોવાનું જાણવા મળ્યા બાદ તપાસ કરતા રામકથા રદ કરાઇ હોવાનું સામે આવ્યુ હતું. કથા રદને લઇને ઉહાપોહ મચી જતા અમદાવાદ પોલીસે આયોજક પિતા-પુત્ર દિપક પટેલ તથા નટુભાઇ પટેલની ધરપકડ કરી છે. પરંતુ નાગરીકોએ ભરેલા પૈસાનું શું ? પૈસા પાછા મળશે કે કેમ ? મળશે તો ક્યારે મળશે? તેવા સવાલો પૈસા ગુમાવનાર નાગરીકોમાં ઉભા થઇ રહ્યા છે. સમગ્ર પ્રકરણમાં ગાંધીગનર જિલ્લાનાં પણ 50 કરતા વધુ નાગરીકોએ પૈસા ગુમાવ્યા છે. જેમાં ભોગ બનનાર નાગરીકો દ્વારા શુક્રવારે સેકટર 16માં પાયોવી પાસેનાં બગીચા ખાતે બેઠક બોલાવી આગળ શુ કરવુ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પૈસા પડાવનાર શખ્સો સામે કાયદાકીય પગલા લેવા ઉપરાંત સંકલન સમિતિનાં રચનાં કરવાનુ તથા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નેપાળ પ્રવાસ આયોજકોને પૈસા આપી પસ્તાયેલા નાગરીકોએ બગીચામાં બેઠક યોજી હતી. /કલ્પેશ ભટ્ટ