તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પેથાપુર ફાયરિંગમાં આરોપીને પકડવા ઉધામા

પેથાપુર ફાયરિંગમાં આરોપીને પકડવા ઉધામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરપાસેનાં પેથાપુર ગામે રવિવારની સાંજે બુટલેગર સ્ટેલી પર થયેલા ફાયરીંગને પગલે પોલીસ દોડતી થઇ ગઇ છે. ફાયરીંગ કરનાર જીતુસિહ વાઘેલા તથા સાગરીત વિક્રમસિંહ વાઘેલાને શોધવા પેથાપુર પોલીસ દોડતી થઇ ગઇ છે.બંનેનાં ફોન સ્વિચ ઓફ આવતા હોવાથી પોલીસની મુશ્કેલી વધી છે. બીજી તરફ ઘટનાને લઇને પેથાપુરમાં એસઆરપી તથા પોલીસ જવાનોને પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે લગલગાટ ફાયરીંગની ઘટનાઓ સામે આવી રહી છે. ગત દિવસોમાં રાજકોટમાં ફાયરીંગની ઘટનાઓ બાદ પોલીસ પર માછલા ધોવાયા હતા. અમદાવાદમાં પણ ફાયરીગની ઘટનાઓ ગત દિવસોમાં બની છે. જયારે હવે ગાંધીનગર જિલ્લામાં પણ ગુનાખોર તત્વો પોલીસને માથે બેસવા લાગ્યા છે. ગાંધીનગર શહેરને પડખે આવેલા પેથાપુરમાં બુટલેગરો તથા વરલી મટકા રમાડતા શખ્સો વચ્ચે રવિવારે કોઇ બાબતે ઝઘડા બાદ સ્ટેલી નામનાં બુટલેગર યુવાન પર ફાયરીગ કરી ઘાયલ કરીને બે ઇસમો ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. ગાંધીનગર જિલ્લામાં આમેય છેલ્લા ઘણા સમયથી તસ્કરો તથા ચેઇન સ્નેચરોનાં ત્રાસ વચ્ચે હવે ફાયરીંગની ઘટના બનવા લાગતા ગાંધીનગર પોલીસની આબરૂનાં લીરા ઉડી રહ્યા છે. પેથાપુર પોલીસ સ્ટેશનનાં સિનિયર પીએસઆઇ એસ જે વાઘેલનાં જણાવ્યાનુંસાર શૈલેન્દ્રસિહ ઉર્ફે સ્ટેલી શંકરસિંહ વાઘેલા પેથાપુરામાં મહુડી રોડ પર આવેલા નટરાજ પાર્લર પર હતો ત્યારે ગામનાં બે શખ્સો જીતુસિંહ ઉર્ફે દાઉદ નટવરસિંહ વાઘેલા તથા વિક્રમસિંહ અર્જુનસિંહ વાઘેલાએ ત્યાં પહોચી જઇને કોઇ જુની લેતી દેતી બાબતે બોલાચાલી કરી હતી. લોકોએ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવતા જીતુસિંહ તથા વિક્રમસિંહ બાઇક લઇને ચાલ્યા ગયા હતા. ઘટનાની 10 મિનીટ બાદ બંને પાછા ફર્યા હતા. જીતુસિંહે પોતાની પાસે રહેલી ગનમાંથી શૈલેન્દ્રસિંહ પર 6 રાઉન્ડ ફાયરીગ કર્યુ હતું. જેમાંથી શૈલેન્દ્રસિંહ ઉર્ફે સ્ટેલીને એક ગોળી માથામાં પાછળનાં ભાગે, એક ખભાનાં ભાગે તથા એક પીઠમાં પાછળનાં ભાગે વાગી હતી. ફાયરીંગ કરીને જીતુસિંહ ઉર્ફે દાઉદ પોતાનાં સાગરીક વિક્રમસિંહ સાથે ફરાર થઇ ગયો હતો. સ્ટેલીનાં ભાઇ મહાવિરસિંહ અન્ય મિત્રોની મદદથી સ્ટેલીને પોતાની કાર માફરતે ગાંધીનગર સિવિલમાં લઇ ગયો હતો. જયાંથી એપોલોમાં ખસેડાયો હતો. જયાં ઓપરેશન કરી સ્ટેલીનાં શરીરમાંથી બુલેટ્સ દુર કરાઇ હતી. પોલીસનાં જણાવ્યાનુંસાર શૈલેન્દ્રસિંહ એકદમ સ્વસ્થ છે. જો કે પોલીસ પૈસાની લેતીદેતીમાં બબાલ થઇ હોવાનું જણાવી રહી છે પરં