તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • SMVSનાં હરિભક્તો દ્વારા સ્વચ્છતા અભિયાન

SMVSનાં હરિભક્તો દ્વારા સ્વચ્છતા અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનદ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનમાં જુદી જુદી હસ્તીઓ તથા સંસ્થાઓ જોડાયા બાદ ધાર્મિક સંસ્થાઓ પણ અનુયાયીઓને મિશનમાં ભાગીદાર બનવા પ્રેરીત કરી રહી છે. જે અંતર્ગત સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાનાં ગાંધીનગર શાખાનાં 1200 જેટલા હરિભક્તો દ્વારા સોમવારે 10 જેટલા ગામડાઓમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતું.

ગાંધીનગર તાલુકાનાં 10 ગામડાઓમાં સોમવારે યોજાયેલા સ્વચ્છતા અભિયાન વિશે માહિત આપતા સ્વામીનારાયણ મંદિર સંસ્થા(એસએમવીએસ) સાથે જોડાયેલા કલ્પેશભાઇએ જણાવ્યુ હતું કે દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોક કલ્યાણર્થે શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા સંસ્થાનાં સ્થાપક બાપજી દ્વારા હાકલ કરવામાં આવી હતી.

જે અંતર્ગત તા 19મી જાન્યુઆરીને સોમવારનાં રોજ સવારે 8 કલાકથી ગાંધીનગર તાલુકાનાં કુડાસણ, અંબાપુર, પોર, ભાઇજીપુરા, નવા કોબા, જુના કોબા, રાંદેસણ, સરગાસણ, શાહપુર તથા રાયસણમાં સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કલ્યાણર્થે