- Gujarati News
- મકાન વેચાણની મંજૂરી નહીં મળતા સેંકડો કર્મચારીઓ હેરાન પરેશાન થયા
મકાન વેચાણની મંજૂરી નહીં મળતા સેંકડો કર્મચારીઓ હેરાન પરેશાન થયા
ગાંધીનગરનીપાટનગર તરીકે સ્થાપના બાદ કર્મચારીઓને અહીં વસાવવા માટે સરકારે રાહતદરથી તેમને કક્ષા પ્રમાણેના ધારાધોરણ નિયત કરીને જમીનના પ્લોટ ફાળવ્યા હતાં. તેના પર બાંધવામાં આવેલું મકાન વેચવા સામે વિવિધ શરતો મુકવામાં આવી હોવાથી લાભાર્થીએ મકાન વેચાણના કિસ્સામાં સરકારની મંજુરી મેળવવાની થાય છે. પરંતુ સરકારે છેલ્લા દોઢ વર્ષથી એકપણ કિસ્સામાં વેચાણ પરવાનગી નહીં આપતાં સેંકડો કર્મચારી ખાસ કરીને નિવૃત થયેલા કર્મચારી પરિવાર પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને મામલે દરમિયાન થવા પાટનગર યોજના મંત્રી સમક્ષ રજૂઆત કરાઇ છે.
મંત્રી નિતીનભાઇ પટેલ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે પાટનગરમાં કર્મચારી અધિકારીઓ સ્થાયી થાય તેવા હેતુથી અને રાજ્ય સચિવાલય સહિતની ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે આવાસ સુવિધામાં સમસ્યા સર્જાય તેના માટે 30 હજાર જેટલા 81 મીટરથી માંડીને 330 ચોરસ મીટરના પ્લોટ રાહતદરથી ફાળવવામાં આવ્યા બાદ કહેવાતા લોક પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદોને પણ સૌથી મોટા ક્ષેત્રફળના પ્લોટની લહાણી કરવામાં આવી છે. રાહતદરના પ્લોટ પર મકાન બાંધનારા કર્મચારીઓએ જો કે તે મકાનના વેચાણ માટે મંજુરી લેવી ફરજિયાત છે.
પરિવારમાં સારા માઠા પ્રસંગે નાણાની જરૂર પડે ત્યારે મકાન વેચીને આવક ઉભી કરવાની વાત સહેજ પણ નવી નથી પરંતુ ગાંધીનગરમાં રાહતદરનો પ્લોટ મેળવીને મકાન બાંધનાર સેંકડો પરિવાર છેલ્લા દોઢ વર્ષથી કાયદાની આંટીઘુંટીમાં ફસાઇ ગયા છે. તેમાં પણ વર્ગ-3 અને વર્ગ-4ના નાના કર્મચારીઓની હાલત વધુ કફોડી બની છે. સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક જાહેર હિતની અરજીના પગલે સરકારે આવા કિસ્સામાં વેચાણ પરવાનગી આપવાનું બંધ કરી દીધું છે.
પ્લોટ મેળવનારમોટા ભાગના લાભાર્થી ગાંધીનગરના મૂળ વતની નથી. નિવૃતિ બાદ તેઓ પોતાના વતનમાં સ્થાયી થવા માગતા હોય છે. કોઇને સંતાનના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન અથવા કોઇને બિમારીના ઇલાજ માટે નાણાની જરૂર હોય છે. ગાંધીનગરમાં પ્લોટ કે મકાન વેચવા પાછળ પૈસા કમાવાનો હેતુ હોવાની છાપ પડી છે પરંતુ દરેક કિસ્સામાં તેમ હોતું નથી તેમ જણાવાયું છે.
દરેકનો હેતુ પૈસા કમાવાનો હોતો નથી
સરકાર દ્વારાઉપરના કિસ્સાઓમાં બજારભાવના 50 ટકા લેખે પ્રિમીયમની રકમ વસૂલીને વેચાણ મંજુરી આપવાનો નિયમ કરવામાં આવેલો છે. મતલબ કે દરેક વેચાણ મંજુરીના પગલે સરકારને પ્રિમીયમ પેટે તગડી આવક થતી હોય છે. રજૂઆતમાં મુદ્