તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેરમાં 10 દિવસ માટે ઓછા દબાણથી પાણી આવશે

શહેરમાં 10 દિવસ માટે ઓછા દબાણથી પાણી આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવસાહતીઓ પાણીનો રેલમ છેલ ઉપયોગ કરવા માટે ટેવાયેલા છે. પરંતુ તા. 22મીથી ઓછામાં ઓછા 10 દિવસ માટે અડધા શહેરી વિસ્તાર એટલે કે સે-14થી 30માં પાણી પુરવઠો ઓછા દબાણથી મળવાનો છે. પાયોવિના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે પાણી વ્યવસ્થાપન માટેના ભૂર્ગભ સમ્પ અને ઉંચી ટાકીમાં જમા થઇ ગયેલા માટી અને ક્ષાર સહિતની અશુદ્ધિઓને દુર કરવા માટે સફાઇ કરવાનું અનિવાર્ય બન્યું હોવાથી અને તેની કામગીરી 10 દિવસ ચાલે તેમ હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટનગર યોજના વિભાગ નંબર 3ના કાર્યપાલક ઇજનેર પટેલના જણાવવા પ્રમાણે ચરેડી વોટર વર્કસ વિસ્તારમાં આવતાં તમામ રહેણાંક, ઔદ્યોગિક તથા કચેરી વિસ્તારમાં આપવામાં આવેલા પાણીના જોડાણ ધરાવનાર દરેક ગ્રાહકે કામગીરી માટે સહકાર આપવા અપિલ કરવામાં આવે છે. સે-14થી 30માં આવેલા વિસ્તારમાં ચરેડી વોટર વર્કસ પરથી પાણી પુરવઠો આપવામાં આવે છે અને વિભાગના ઇજનેરો દ્વારા છેલ્લે કરવામાં આવેલી રાબેતાક્રમ મુજબની ચકાસણીના પગલે વોટર વર્કસનાં ભૂર્ગભ સમ્પ અને ઉંચી ટાંકીની સફાઇ કરવાનું જાહેર આરોગ્યના હિતમાં અનિવાર્ય બન્યું છે.