તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દીકરી માટે બેંક બેલેન્સ, જમીન નહીં પણ શિક્ષિત પરિવારની પસંદગી કરો

દીકરી માટે બેંક બેલેન્સ, જમીન નહીં પણ શિક્ષિત પરિવારની પસંદગી કરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકા રાજપૂત યુવા સંઘના સરસ્વતી સન્માન સમારોહમાં મંત્રી નીતિન પટેલની હાકલ

સમાજનેસંગઠીત કરી શિક્ષણની કામગીરીને આગળ ધપાવવાના ઉદેશથી કડી તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કેબીનેટ મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, અત્યારે શિક્ષણ વિનાનો સમાજ ચલાવવો અઘરો છે. ત્યારે સમાજે દીકરી માટે બેંક બેલેન્સ અને જમીન નહીં પણ શિક્ષિત પરિવારની પસંદગી કરવી પડશે.

કડી આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં ધો.૮થી ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ઝળહળતી કારકિર્દી બનાવનાર તેજસ્વી તારલાઓનં મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલે ક્ષત્રિય સમાજને શિક્ષણક્ષેત્રે આગળ વધી સમાજને શિક્ષિત બનાવી કુરિવાજોને તીલાંજલી આપી રાષ્ટ્ર કાજે ક્ષત્રિયોએ આપેલા બલિદાનને વ્યર્થ જવા દઇ એક થઇ સમાજને આગળ ધપાવવા હાકલ કરી હતી. સમાજમાંથી સ્ત્રીભ્રૂણ હત્યાનું દૂષણ અટકાવવા તેમજ હાલમાં યુવતીઓ અને તેના પરિવારજનો દ્વારા બેંક બેલેન્સ અને જમીન નહીં પણ શિક્ષિત યુવક અને કુંટુંબની પસંદગી કરતા થયા હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે રાજ્યના પૂર્વમંત્રી આઇ.કે.જાડેજાએ ક્ષત્રિય સમાજની સંગઠન શક્તિ ભાવથી થાય છે. આજના યુગ સાથે પરિવર્તન કરવું પડશે. સમાજે સાચા અર્થમાં સુખી, સમૃદ્ધ અને સશક્ત બનવું હશે તો માતૃશક્તિ માટે અપારભાવ દાખવવો પડશે. સમાજમાંથી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવી દીકરીને ભણાવીને સમાજને શિક્ષિત બનાવવો પડશે.

પ્રસંગે પૂર્વમંત્રી ઇશ્વરસિંહ ચાવડા, ગાંધીનગરના મેયર મહેન્દ્રસિંહ રાણા, સાણંદ એપીએમસી ચેરમેન જીતુભા વાઘેલા, કડી એપીએમસી ચેરમેન વિનોદભાઇ પટેલ, કડી તાલુકા રાજપૂત યુવા સંઘ પ્રમુખ અજયસિંહ જાડેજા, મંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર સાથે અદભૂત ગરબા નૃત્ય રજૂ કર્યુ હતું ,જે નિહાળી હાજર મહાનુભાવો સહિત સમાજના ભાઇ-બહેનો દંગ રહી ગયા હતા. / નવિનપટેલ