તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાટ પંથકમાંથી ગાયો ચોરી જતા કસાઇઓનો આતંક

ભાટ પંથકમાંથી ગાયો ચોરી જતા કસાઇઓનો આતંક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૌ-વંશનીચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગાંધીનગર તાલુકાનાં ભાગ ગામની આસપાસનાં વિસ્તારમાં પણ હથીયારો સાથે ખાબકીને ગાયો ચોરી જતા કસાઇઓએ રીતસરનો આતંક મચાવી દીધો છે. કસાઇઓની પ્રવૃતિથી ફફડી ઉઠેલા ગ્રામજનોએ સોમવારે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોચીને પશુધન બચાવવાની આજીજી સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

ભાટ ગામમાં પણ છેલ્લા એક અઠવાડીયા દરમિયાન હથીયારો સાથે વાહન લઇને આવતા કસાઇઓ દ્વારા 6 જેટલી ગાયો તથા વાછરડા ઉપાડી જવાની ઘટનાઓ બની છે. રાત્રી દરમિયાન ખાબકતા કસાઇઓથી માલધારીઓ તથા ગ્રામજનો પણ ફફડી ઉડ્યા છે. તાજેતરમાં ગૌ વંશ ઉઠાવી જતા શખ્સો દ્વારા અમદાવાદમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી હતી. જો ખુદ હથીયારધારી પોલીસ પર હુમલા કરતા હોય તો નાગરીકો આવા ઇસમો સામે શું કરી શકવાનાં ? ભાટ ગામમાંથી ગાયો ચોરાઇ જવાની ઘટનાનાં પગલે ફફડી ઉઠેલા ગ્રામજનોએ સોમવારે ગાંધીગનર જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવીને પશુધનને બચાવવા માંગણી કરી હતી.