• Gujarati News
  • ફતેહપુરા વિસ્તારના 10 વર્ષિય બાળકના અપરહણની ફરીયાદ

ફતેહપુરા વિસ્તારના 10 વર્ષિય બાળકના અપરહણની ફરીયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં સેકટર 15માં ફતેહપુરા વિસ્તારમાં રહીને પાણીપુરીની લારી ચલાવતા બાબુરામ રાજપુતનો 10 વર્ષિય પુત્ર છેલ્લા 3 દિવસથી ગુમ થઇ જતા બાબુરામે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં પોતાનાં પુત્રનાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી. બાબુરામની ફરીયાદનાં આધારે પોલીસે ગુમ બાળકની શોધખોળ હાથ ધરી છે.

રાજયમાં બાળકોનાં ગુમ થવાનાં કિસ્સાને લઇને ગત દિવસોમાં ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી બાળકો લાપતા થવાનાં કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા મહિનાઓ પહેલા સેકટર 15નાં 15 વર્ષિય યુવાન ગુમ થઇ જતા પોલીસ રાજસ્થાનથી શોધી લાવી હતી. દરમિયાન એક 10 વર્ષિય બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે. સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર 15નાં ફતેહપુરા વિસ્તારમાં રહીને પાણીપુરીનો ધંધો કરતા બાબુરામ ખર્ચુરામ રાજપુતને અરવીંદ તથા અર્જુન નામનાં બે સંતાનો છે. જેમાં 10 વર્ષિય અરવિંદ માનસીક અસ્થિર તથા મુકબધીર હોવાનાં કારણે ખાસ ધ્યાન રાખી તેનો ઉછેર કરે છે. દરમિયાન ગત તા 10મીનાં રોજ અરવિંદ સવારે ઘરની બહાર રમતા રમતા ગુમ થઇ જતા પરીવારજનોએ આસપાસ શોધખોળ કરી હતી. પરંતુ અરવિંદનો કોઇ પતો લાગતા સેકટર 7 પોલીસ સ્ટેશનમાં અરવીંદનાં પિતા બાબુરામે પોતાનાં પુત્રનાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી. પોલીસનાં જણાવ્યાનુંસાર ગુમ થનાર અરવિંદે લીલા કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.