• Gujarati News
  • ડીઝાયર ઇન્ફ્રા.નો બિલ્ડર તથા સાગરિત સાબરમતી જેલ હવાલે

ડીઝાયર ઇન્ફ્રા.નો બિલ્ડર તથા સાગરિત સાબરમતી જેલ હવાલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુર્વજનરલ મેનેજરનાં ઘરે રીવોલ્વોર સાથે પહોચી જઇને ધમાલ મચાવતા પકડાઇ ગયેલા ડીઝાયર ઇન્ફ્રાસ્ટ્રકચરનાં બિલ્ડર સુરજ પાંડે તથા તેનાં સાગરીક મહેશ રામીને કોર્ટે સાબરમતી જેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જયારે ચિલોડા પોલીસ દ્વારા માંગવામાં આવેલા બિલ્ડર સુરજ પાંડેનાં રીમાન્ડ નામંજુર કરવામાં આવ્યા હતા.

ડીઝાયર ઇન્ફ્રાસ્ટ્રકચરનાં બિલ્ડર સુરજ પાડેએ તેનાં સાગરીકો મહેશ રામી, ધનંજય પાંડે તથા વિકાસસિંગ સાથે પોતાનાં પુર્વ કર્મચારી કિરીટભાઇ શાહને ઘરે રીવોલ્વોર સાથે જઇને વાઉચરમાં સહિઓ કરી જવા ધમકાવ્યો હતો. પરંતુ લોકો ભેગા થઇ જતા સુરજ પાંડે રીવોલ્વર ફેંકી દઇને ભાગવા જતા લોકોએ ઝડપીને ચિલોડા પોલીસને સોપ્યો હતો. જયારે તેની સાથેનાં માણસો નાસી ગયા હતા.જેમાંથી મહેશ રામીનાં નામના શખ્સને સાંજનાં સુમારે પકડી જયુડીશલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. જયારે બિલ્ડર સુરજ પાંડે સામે આર્મસ એક્ટ તથા ગેરકાયદેસર ગૃહ પ્રવેશનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આરોપી સુરજ પાંડે હોસ્પીટલમાં દાખલ થઇ જતા પોલીસ રીમાન્ડ મેળવવા રાહ જોવી પડી હતી.