• Gujarati News
  • ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં 116 ખેલાડીઓનું પ્રદર્શન

ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં 116 ખેલાડીઓનું પ્રદર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ખેલમહા કુંભ-2014માં રાજયભરમાંથી મોટી સંખ્યા શાળાનાં ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ગાંધીગનર જિલ્લામાં ચાલી રહેલા ખેલમહા કુંભ રમતોત્સવ અંતર્ગત સેકટર 21નાં જીમખાના ખાતે જિલ્લા કક્ષાની તરફ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બે દિવસીય તરણ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી કુલ મળી 116 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં ઉપક્રમે રાજયમાં ખેલ મહાકુંભ ૨૦૧૪ની વિવિધ સ્પર્ધાઓની ગત તા 4થી ઓક્ટોબરથી શરૂઆત કરાઇ છે. જે અંતર્ગત સ્વીમિંગ સ્પર્ધાઓ તા અને ઓક્ટોબરનાં રોજ સચિવાલય જીમખાના સ્વીમિંગ પૂલ, સેક્ટર-૨૧ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાની તા ૪થી નાં રોજ આયોજીત સ્પર્ધામાં કુલ ૪૪ ખેલાડીઓએ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વીમિંગ સ્પર્ધામાં તા ઓક્ટોબરનાં 72 મળી જિલ્લાનાં કુલ 116 મહિલા તથા પુરૂષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલમહાકુંભ અંતર્ગત તરફ સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લા કન્વીનર તરીકેની જવાદારી સંભાળી રહેલા ગુરુબક્ષસીંગ આનંદનાં જણાવ્યાનુંસાર રવિવારે યોજાયેલી 100 મીટર ફ્રિ સ્ટાઇલ અન્ડર 11 પૂરૂષમાં ચૌધરી કમલજીતસિંઘ, મહિલામાં શ્રધ્ધાંન્સી પ્રસાદ, અન્ડર 13માં મહિલામાં રૂચીસીંઘ ચૌધરી, 50 મીટર ફ્રી સ્ટાઇલ એબોવ 45 પુરૂષ તરણમાં અશોકકુમાર બુધાભાઇ રાઠોડ, મહિલામાં મેઘલબેન ભાવેશભાઇ એરડા, એબોવ 60માં રામભાઇ પરમારે જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સપાટો બોલાવ્યો હતો. ગાંધીનગર જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ આગામી દિવસોમાં યોજનાર રાજયકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેશે.