તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 334 વાહનોની નંબર પ્લેટ પરથી હોદ્દા સહિતનાં લખાણો હટાવાયા

334 વાહનોની નંબર પ્લેટ પરથી હોદ્દા સહિતનાં લખાણો હટાવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારીતથા ખાનગી વાહનોની નંબર પ્લેટ્સ પર લખવામાં આવેલા હોદાનાં લખાણો તથા અન્ય ચિન્હો હટાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી તાકીદનાં પગલે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દિશામાં સઘન કામગીરી કરી રહી છે. ઝુંબેશ દરમિયાન છેલ્લા બે માસ દરમિયાન 334 જેટલા વાહનોની નંબર પ્લેટ્સ પરથી આવા લખાણો દુર કરાવવામાં આવ્યા છે.

ગાંધીનગર ટ્રાફિક પોલીસનાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર વાહનોની નંબર પ્લેટ પર વાહન માલીકો દ્વારા પોતાનાં હોદાનાં લખાણો, ધાર્મિક ચિન્હો, ધાર્મિક લખાણો તથા અન્ય ચિતરામણો કરવામાં આવતા હોવાનાં કારણે આવી પ્રવૃતિ ‘ઇ-ચલણ’નાં અમલીકરણમાં બાધારૂપ બની શકે તેમ હોવાથી સુપ્રિમ કોર્ટ દ્વારા નંબર પ્લેટ પરનાં આવા લખાણો દુર કરવા તાકીદ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજય પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર ટ્રાફિક પોલીસ તથા જિલ્લા પોલીસ દ્વારા પણ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં છેલ્લા બે માસમાં પોલીસ દ્વારા 334 વાહનોની નંબર પ્લેટ્સ પરથી આવા લખાણો તથા ચિન્હો દુર કરાવવાની કામગીરી કરવામાં આવી છે. પોલીસનાં જણાવ્યાનુંસાર કામગીરી દરમિયાન મોટા ભાગનાં ફોર વ્હીલર્સ પર આવા લખાણો મળી આવ્યા છે. જયારે બાઇકસની સંખ્યા 20ની આસપાસ છે. જો કે પોલીસની કામગીરીનાં કારણે નંબર પ્લેટ બનાવતા વેપારીઓને ધી-કેળા થઇ ગયા છે. પોલીસ ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પણ કાર્યવાહી કરી રહી હોવાથી પેઇન્ટરની દુકાનો પર સાદી નંબર પ્લેટ બનાવવા વાહન ચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક પોલીસે ~ 5.33 લાખનો દંડ વસૂલ્યો

ગાંધીનગરટ્રાફિકપોલીસ દ્વારા સ્થાનીક પોલીસ સાથે મળીને ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પોલીસને દર મહિને લાખો રૂપીયાની દંડમાંથી આવક થાય છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર ગત સપ્ટેમ્બર માસમાં પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડનીય કામગીરી કરીને ~ 5.33 લાખ દંડ પેટે વસુલ્યા હતા. જયારે 273 જેટલા વાહનોને ડીટેઇન કરીને ટ્રાફિકનાં નિયમોનાં પાઠ ભણાવવામાં આવ્યા હતા.