• Gujarati News
  • ઘરેથી સ્કુલ જવા નીકળેલો ધોરણ ૫નો વિધાર્થી ૫ દિવસથી ગુમ

ઘરેથી સ્કુલ જવા નીકળેલો ધોરણ ૫નો વિધાર્થી ૫ દિવસથી ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : શહેરનાં સેકટર ૧૫નાં ફતેહપુરા વિસ્તારમાં રહેતા ચેતરામ રાજપુતનો ૧૪ વર્ષિય પુત્ર આકાશ ગત તા ૧૬મીનાં રોજ ઘરેથી શાળાએ જવા નિકળ્યા બાદ ગુમ થતા પરીવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ પ દિવસ બાદ પણ આકાશનો કોઇ પતો ન લાગતા તેના પિતા દ્વારા સેકટર ૭ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં આકાશનાં અપહરણની શંકા સેવાઇ રહી છે. શહેરનાં સેકટર ૧૫નાં ફતેહપુરા વિસ્તારમાં રહેતા ચેતરામ રાજપુતનો ૧૪ વર્ષિય પુત્ર આકાશ શહેરનાં સેકટર ૩૦માં આવેલી મહારાણા પ્રતાપ હિન્દી વિધાલયમાં ધોરણ ૫માં અભ્યાસ કરતો હતો. ગત તા ૧૬મી ઓગસ્ટનાં રોજ નિયત ક્રમાનુંસાર સવારે ૭ વાગ્યે શાળાએ જવા નિકળ્યો હતો. પરંતુ શાળાનો સમય પુર્ણ થયા બાદ રોજ ઘરે આવવાનાં સમયે પરત ન આવતા પરીવારજનોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.