• Gujarati News
  • રોગચાળો વકરતાં શાંતિગ્રામ સાઇટને કોલેરાગ્રસ્ત જાહેર કરવા કવાયત

રોગચાળો વકરતાં શાંતિગ્રામ સાઇટને કોલેરાગ્રસ્ત જાહેર કરવા કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક વખત નોટિસ આપી તાકિદ કરવા છતાં મરછરોની ઉત્પત્તી સામે બેદરકારી દાખવનારી જાસપુર-ખોડિયાર ખાતે આવેલી અદાણીની શાંતિગ્રામ બાંધકામ સાઇટ ઉપર કોલેરાનો રોગચાળો વકરી રાો છે. જેથી સાઇટના કોન્ટ્રાકટરો સામે તંત્રએ લાલ આંખ કરી શાંતિગ્રામ સાઇટને કોલેરાગ્રસ્ત જાહેર કરવા જિલ્લા આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. તંત્રએ પાડેલા દરોડામાં બાંધકામ સાઇટો ઉપરથી મોટા પ્રમાણમાં મરછરોના પોરા મળી આવતાં તંત્રએ ૧૧મી ઓગષ્ટે નોટિસ ફટકારી હતી. તેને ગંભીરતાથી ન લેવા બદલ હવે આકરા પગલા ભરવા તંત્રએ ચક્રો ગતિમાન કરાયા છે.
ે જાસપુર ખાતે આવેલી અદાણીની શાંતિગ્રામ સાઇટ ઉપર કામ કરતા મજૂરની એક વર્ષની બાળકી કોલેરામાં સપડાઇ હતી. તેને સોલા સિવિલમાં ખસેડાઇ સારવાર હાથ ધરાતાં તેનો પોઝિટીવ રિપોટર્ આવ્યો છે. તેમજ આજે વધુ કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. આ અગાઉ ૧૧મી ઓગષ્ટે ખોરજ ગામની શાંતિગ્રામ બાંધકામ સાઇટ ઉપરથી એક બાળક કોલેરામાં સપડાયો હતો. તે અગાઉ પણ કોલેરાના અનેક કેસ મળી આવ્યા છે. તેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને રોગચાળા નિયંત્રણ અધિકારીએ સાઇટ ઓપર તપાસ હાથ ધરી હતી.
વારંવાર કોલેરાના કેસ મળીવવાના પગલે તંત્ર દ્વારા બિલ્ડરને નોટિસ આપવામાં આવી હતી. તેમજ તાકિદના ધોરણે એન્ટી લાવરવા કામગીરી સાથે દવા સાથે ઓઇલનો છંટકાવ કરવામો આવ્યો હતો. તે વખતે નોટિસ ફટકારાઇ હોવા છતાં શાંતિગ્રામ સાઇટ ઉપર કોલેરાનો રોગચાળો વકરી રાો હોવાના પગલે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી એકાદ દિવસમાં આ સાઇટને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી. જો આ સાઇટને કોલેરાગ્રસ્ત જાહેર કરાશે તો અનેક નિયંત્રણો લદાશે. ઉલ્લેખનિય છે કે જમિયતપુરા અને ખોડિયાર વરચે આવેલા ખોડિયાર કન્ટેર ડેપોમાં રહેતા મજૂર પરવિારના બે બાળકો ૪થી ઓગષ્ટના રોજ કોલેરાની બિમારીમાં સપડાયા હતાં.
ગાંધીનગર આસપાસ મોટા પાયે કન્સ્ટ્રકસન કામ ચાલી રાું છે. તેની બાંધકામ સાઇટ ઉપર ગુજરાત બહારના જારખંડ સહિતના મજૂરો મોટા પ્રમાણમાં કામ કરી રહયાં છે. આ બાંધકામ સાઇટો કોલેરા માટે સંવેદનશિલ મનાય છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુ અગાઉથી બાંધકામ સાઇટો ઉપર તકેદારી રાખવા જવાબદાર કોન્ટ્રાકટરો અને બાંધકામ સાઇટના સુપરવાઇઝરો તેમજ બિલ્ડરોને જાણ કરવામાં આવે છે. તે મુજબ આ વખતે પણ રોગ અટકાયતી પગલા ભરવા માટે