• Gujarati News
  • ગંદકી બાદ રખડતા ઢોરના ત્રાસ સામે કાયદાના કવચની તૈયારી

ગંદકી બાદ રખડતા ઢોરના ત્રાસ સામે કાયદાના કવચની તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગર અને મહાપાલિકા વિસ્તારના રહેવાસીઓ માટે સારા સમાચાર એ છે કે મહાપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાને આખરે ગંભીરતાથી હાથ પર લીધી છે. તાજેતરમાં જાહેરમાં ગમદકી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જાહેરનામુ બહાર પડાયા પછી હવે આગામી દિવસોમાં શહેરમાં ઢોરને રખડતા મૂકી દેનારા પશુપાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં કવાયત શરૂ કરાઇ છે. તેના માટે પણ કાયદાનું કવચ વિચારવામાં આવી રાું છે. સાથે જ રખડતા ઢોરને પકડીને ડબ્બે પુરવાની વ્યવસ્થાને વધુ પરિણામલ ાી બનાવાશે.
મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે શહેરને સ્વરછ અને સુઘડ બનાવવાની વાતે કમિશનર ચૌધરીએ કડક વલણ દાખવ્યું છે અને હવેથી જાહેરનામા પ્રમાણે દંડ અને સજાની જોગવાઇઓ અનુસાર જ જાહેરમાં ગંદકી ફેલાવીને પર્યાવરણ તથા જાહેર આરોગ્ય સામે ખતરો ઉભો કરનારાઓને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા આ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે લોકો જાહેરમાં કચરો ફેંકતા વિચાર કરે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકયુ હતું. હવે ફરીવાર આ દોર ચાલશે તો સારા પરિણામ મળી શકે તેમ છે.
દરમિયાન વ્યાપક ગંદકી ફેલાવવાની સાથો સાથ જાનલેવા અકસ્માત માટે પણ નિમિત બનતા રખડતા ઢોરના કારણે પાટનગર જાણે ગોકુળિયુગામ બની ગયા જેવી સ્થિતિ સર્જાઇ ચૂકી છે. સંખ્યાબંધ અને દરેક સેકટરના રહેવાશીઓ આ સમસ્યાથી વ્યાપક પરેશાન છે. પરંતુ ફરિયાદો કરવા છતાં તેના કોઇ જ નિરાકરણ આવતા નથી.
આ મામલે જે હાલત છે તેને પણ કમિશનર ચૌધરી દ્વારા ગંભીર ગણવામાં આવી છે અને સમસ્યાના ઉકેલ માટે તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે. તેના માટે કોઇ પ્રકારે કાયદાના આશરાની જરૂરત જણાતી હોય તો તેનો અભ્યાસ કરીને રિપોટર્ માગ્યો છે.
આગામી નજીકના દિવસોમાં જ આ સંબંધે જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા નિર્દેશ મળી રાાં છે. ઢોરને રસ્તે રઢળતા મુકી દેનારા પશુ પાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત તેમાં જરૂર પડે તો પોલીસની મદદ લેવા સહિતની જોગવાઇ કરવામાં આવશે. ઉપરાંત શહેરના દરેક સેકટર અને મહાપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પકડીને ડબ્બે પુરવા માટેની છીંડા વગરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમ મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.